સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬
પ્રકાશિત તારીખ : 09/04/2026
બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે વધુ 03 ઉમેદવારી પત્રો ભરાયા
જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે
11 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે
બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ 07 ઉમેદવારી પત્રો ભરાયા
આણંદ, બુધવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે.
ઉમેદવારી પત્રો ભરવાના આજે ત્રીજા દિવસે બોરસદ નગરપાલિકાના 09 વોર્ડ ની 36 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે આજે વધુ 03 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. આમ, બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 07 ઉમેદવારી પત્રો ભરાયા છે.
આ સિવાય અન્ય 05 નગરપાલિકાઓમાં ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા અને તારાપુરમાં તથા કરમસદ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને આણંદ જિલ્લાની તમામ 08 તાલુકા પંચાયત ખાતે એક પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી, તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.