બંધ

સિંચાઈ વિભાગ હસ્તકની નહેર પરના રોડની રીસરફેસિંગ ની કામગીરી તબક્કાવાર હાથ ધરાશે

પ્રકાશિત તારીખ : 17/02/2025

આણંદ, શનિવાર: આણંદ સિંચાઈ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની કેનાલો દ્વારા આણંદ જિલ્લાના આણંદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, પેટલાદ તાલુકાના ગામોને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે, આ કેનાલોની જાળવણી મરામત માટે કેનાલની બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.

 

સિંચાઈ વિભાગ હસ્તકની કેનાલો ની બાજુમાં બનાવવામાં આવેલ રોડની રીસરફેસની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગની કાર્યક્ષેત્ર હેઠળની નહેર પરના ૫૦ કિલોમીટર લંબાઇના રોડના કુલ ૦૭ જેટલા કામો હાલમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે તેમજ ૩૫ કિલોમીટર લંબાઇના નહેર પરના રોડ ની મંજૂરી પ્રક્રિયા હેઠળ છે, જ્યારે બાકી રહેતા નહેર ઉપરના રોડની રીસર્ફેસની કામગીરી તબક્કા વાર આયોજન કરીને હાથ ધરવામાં આવશે , તેમ આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.