સિંચાઇ શાખા
પ્રસ્તાવના
સિંચાઇ વિભાગ જીલ્લા પંચાયત આણંદની કચેરી પથિકાશ્રમ, રેલ્વેઇ સ્ટેશનની સામે આવેલું છે. આ વિભાગ હેઠળ કુલ ર પેટા કચેરી, નાની સિંચાઇ પંચાયત પેટા વિભાગ આણંદ તથા નાની સિંચાઇ પંચાયત પેટા વિભાગ ખંભાત કાર્યરત છે.
શાખાની કામગીરી
આ કચેરી મારફત રાજય સરકારશ્રીની ગ્રાન્ટમાં હયાત ચેકડેમના સમારકામો , અછતમાં થયેલ તળાવોના સેઇફ સ્ટેજના કામો, પુર સંરક્ષણના કામો કરવામાં આવે છે. માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માગેલ માહિતી આપવાની કામગીરી, તાલુકા પંચાયતો ઘ્વારા આવેલ અંદાજ પત્રકોને તાંત્રિક મંજુરી આપવાની કામગીરી કરવામાં આવે છે.
આ ઉપરાંત જીલ્લા આયોજન મંડળ ઘ્વારા સોપવામાં આવતા આયોજનના વિવિધ ગ્રાન્ટના કામો, જેવા કે પ ટકા પ્રોત્સાહક ગ્રાન્ટ, 15 ટકા વિવેકાધીન ફંડ, સંસદ સભ્ય ગ્રાન્ટ, ધારા સભ્ય ગ્રાન્ટ તથા જીલ્લા પંચાયત ઘ્વારા મળતી ગ્રાન્ટના કામો જેવા કે જીલ્લા પંચાયત સભ્યશ્રીની ગ્રાન્ટ, જીલ્લા પંચાયત સ્વભંડોળ, નાણાં પંચ, ન્યુ ગુજરાત પેટર્નના કામો હાથ ધરવામાં આવે છે. આ ગ્રાન્ટોમાં મુખ્યત્વે પીવાના પાણીના કામો તથા ગટરના કામો ફાળવવામાં આવે છે.
તળાવોની માહિતી
(અ) સેઇફ સ્ટેજના તળાવોની માહિતી
| અનું. નં. | તાલુકાનું નામ | તળાવ અને જળાશયનું નામ | પરોક્ષ સિંચાઈ શકિત (હેકટ૨માં) |
|---|---|---|---|
| ૧ | ખંભાત | પાલડી પ૨કોલેશન ટૈંક | ૪ હેકટ૨ |
| ૨ | ખંભાત | વડગામ ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૩ | ખંભાત | વૈણજ ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૪ | તારાપુ૨ | વ૨સડા ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૫ | તારાપુ૨ | રીંઝા ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૬ | સોજીત્રા | ત્રંબોવાડ ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૭ | ખંભાત | ગોલાણા ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૮ | ખંભાત | ભીમતળાવ ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૯ | તારાપુ૨ | કાનાવાડા દુધિયુ તળાવ | ૭ હેકટ૨ |
| ૧૦ | તારાપુ૨ | મહીયારી બદ૨ખા તળાવ | ૭ હેકટ૨ |
| ૧૧ | ખંભાત | તડાતળાવ ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૧૨ | ખંભાત | લુણેજ ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૧૩ | ખંભાત | માલાસોની ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૧૪ | ખંભાત | ગુડેલ મોટા તળાવ | ૭ હેકટ૨ |
| ૧૫ | ખંભાત | નગરા નટા તળાવ | ૭ હેકટ૨ |
| ૧૬ | ખંભાત | રંગપુ૨ આગાખાન તળાવ | ૭ હેકટ૨ |
| ૧૭ | ખંભાત | રોહિણી ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૧૮ | ખંભાત | વડગામ સિકોત૨ માતા તળાવ | ૭ હેકટ૨ |
| ૧૯ | ખંભાત | ગુડેલ ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૨૦ | ખંભાત | રંગપુ૨ ગામ તળાવ | ૭ હેકટ૨ |
| ૨૧ | ખંભાત | તામસા તળાવ | ભૌતિક પૂર્ણ |
| ૨૨ | ખંભાત | નવાગામ બારા તળાવ | ભૌતિક પૂર્ણ |
| ૨૩ | તારાપુ૨ | ઈન્દ્રણજ તળાવ | ૭ હેકટ૨ |
| ૨૪ | તારાપુ૨ | ભંડે૨જ તળાવ | ભૌતિક પૂર્ણ |
| ૨૫ | તારાપુ૨ | દુગારી તળાવ | ૭ હેકટ૨ |
| ૨૬ | તારાપુ૨ | ખડા મલેક તળાવ | ૭ હેકટ૨ |
(બ) નવા તળાવોની માહિતી
| અનું. નં. | તાલુકાનું નામ | ગામું નામ | પરોક્ષ સિંચાઈ શકિત (હેકટરમાં) |
|---|---|---|---|
| ૧ | આણંદ | સારસા | ૪ હેકટ૨ |
| ૨ | ઉમરેઠ | ગંગાપુરા | ૪ હેકટ૨ |
| ૩ | પેટલાદ | આશી | ૪ હેકટ૨ |
| ૪ | સોજીત્રા | પલોલ | ૪ હેકટ૨ |
| ૫ | આંકલાવ | ગંભીરા | ૬ હેકટ૨ |
| ૬ | બોરસદ | ધનાવશી | ૬ હેકટ૨ |
| ૭ | ખંભાત | મોતીપુરા | ૬ હેકટ૨ |
| ૮ | તારાપુર | વરસડા | ૬ હેકટ૨ |
આણંદ જીલ્લામાં આવેલ તળાવો ગામ પંચાયતો હસ્તક છે તે તળાવોમાં જરૂરીયાત પ્રમાણે તળાવ ઉંડા કરવાની અને પાળા રીપેરીંગની કામગીરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ કામગીરી તાલુકા પંચાયત મારફત કરવામાં આવે છે. નકશા અંદાજોને તાંત્રિક મંજુરી અત્રેથી આપવામાં આવે છે. આ ઉપરાન્ત રાજય સરકાર હસ્તકની મહી સિંચાઇ યોજના મારફતે પણ તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
પુર નિયંત્રણ અને પાણી નિયંત્રણ
અત્રેના વિભાગ હસ્તક નીચે મુજબના ડીવાટરીંગ પંપ સંટ છે જેનો ઉપયોગ અતિવૃષ્ટિ દરમ્યાન કરવામાં આવે છે.
| અ.નં | હવાલો ધરાવનાર કચેરી | સખ્યા | દરેકની ક્ષમતા | નોંધ |
|---|---|---|---|---|
| ૧ | નાયબ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ આણંદ | ૪ નંગ | ૬.પ૦ એચ.પી. | |
| ર | નાયબ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગ ખંભાત | ૬ નંગ | ૬.પ૦ એચ.પી. |
વિભાગ તરફથી જરૂરિયાત મુજબ આ ડીવાટરીંગ પંપ સેટ ફાળવવામાં આવે છે.
બોરની માહિતી
અત્રેના વિભાગ દ્વારા આણંદ જીલ્લામાં છેલ્લા ૮ વર્ષમાં થયેલ બોર, પંપીંગ મશીનરી તથા સ્વીચ રૂમના કામોની વિગત નીચે મુજબ છે. આ પ્રકારના કામો જીલ્લામાં તાલુકા પંચાયતો દ્વારા તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા પણ કરવામાં આવે છે.
| અ.નં | સને | કામોની સંખ્યા | થયેલ ખર્ચ રૂ.લાખમાં |
|---|---|---|---|
| ૧ | ર૦૦૩-૦૪ | ૩૧ | ર૬.ર૦ |
| ર | ર૦૦૪-૦પ | ૭૩ | ૬૪.૯૩ |
| ૩ | ર૦૦પ-૦૬ | પ૦ | ૩૬.૦૮ |
| ૪ | ર૦૦૬-૦૭ | ૩૯ | ર૮.૭ર |
| પ | ર૦૦૭-૦૮ | ૩૭ | ર૪.૭૮ |
| ૬ | ૨૦૦૮-૦૯ | ૯ | ૫.૩૧ |
| ૭ | ૨૦૦૯-૧૦ | ૧ | ૧.૦૦ |
| ૮ | ૨૦૧૦-૧૧ | ૩ | ૬.૦૫ |
| ૯ | ૨૦૧૧-૧૨ | ૮ | ૭.૪૫ |