બંધ

સરદાર પટેલ પુન:પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાન (સ્પેરી) દ્વારા”નવીનીકરણીય ઊર્જા હસ્તક્ષેપ દ્વારા એસસી સમુદાયને સશક્ત બનાવવા”વિષય પર એકદિવસીય કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત તારીખ : 21/03/2025

આણંદ,શુક્રવાર: આણંદના વિધાનગર સ્થિત સરદાર પટેલ પુન: પ્રાપ્ય ઉર્જા અનુસંધાન સંસ્થાન (સ્પેરી) દ્વારા ” નવીનીકરણીય ઊર્જા હસ્તક્ષેપ દ્વારા એસસી સમુદાયને સશક્ત બનાવવા” વિષયને અનુસંધાનમાં એક દિવસનો વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ભોપાલની ઓલ ઇન્ડિયા કોઓર્ડીનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઓન એનર્જી ઇન એગ્રીકલ્ચર એન્ડ એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા એસસીએસપી  પ્રોગ્રામના સહયોગ થકી પ્રમુખ કોમ્યુનિટી હોલ,આણંદ ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં આણંદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ પ્રાસંગિક પ્રવચનમાં ખાસ કરીને મહિલાઓ તથા તેમાં પણ એસ સી સમુદાયના  સમાજના વિકાસમાં માતબર યોગદાનને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. વધુમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા મહત્વ તથા પરંપરાગત ઉર્જા સ્ત્રોતના મર્યાદાઓ પણ લોકો સમક્ષ રજૂ કરી હતી.

 આ પ્રસંગે આણંદ ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ દ્વારા એસસી સમુદાયના મહિલાના ભણતર પર ભાર મૂકીને તેમણે સમાજના મુખ્ય પ્રવાહમાં ભાગ લઈને દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે તેના પર ખાસ ભાર મૂક્યો હતો.

આ વેળાએ ચારૂતર વિદ્યામંડળના ચેરમેનશ્રી ભીખુભાઈ પટેલે પણ ઉપસ્થિત મહિલાઓ ને જીવનમાં શિક્ષણ થકી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી.

આ પ્રસંગે સંસ્થાના નિર્દેશક ડોક્ટર અનિલ કુમાર દુબે દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરીને સ્પેરી અને તેની પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ ઉદ્દેશ્ય એસી સમુદાયને તેમના દૈનિક અને વ્યવસાયિક જીવનમાં નવીનીકરણીય ઊર્જા ઉપકરણોના ઉપયોગ દ્વારા સશક્ત બનાવવા માટેનો હતો. જેના થકી લાભાર્થીઓમાં પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અંગે જાગૃતિ તેમ જ આરોગ્ય અને આર્થિક લાભોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વધુમાં આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ નવીનીકરણ અને ઊર્જા આધારિત ઉપકરણો અને સિસ્ટમો આપવામાં આવી હતી. આ ઉપરાંત એસસી સમુદાય માટે આરોગ્ય ચકાસણી કેમ્પ તથા નવીનીકરણીય ઊર્જા સંબંધિત તકનીકી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

One-Day Program on