બંધ

શિક્ષણ શાખા

પ્રસ્તાવના


ખેડા જિલ્લામાંથી મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે તા.૨/૧૦/૯૭ ના રોજ વિભાજીત નવનિર્મિત આણંદ જિલ્લામાં વર્ષ – ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ જિલ્લામાં પુરૂષોનું સાક્ષરતા પ્રમાણ ૯૩.૨૩ ટકા અને સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ૭૭.૭૬ ટકા અને આણંદ જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ સરેરાશ ૮૫.૭૯ ટકા છે.

આણંદ એન.આર.આઈ જિલ્લો ગણાય વે. જેથી સૌથી વધુ શિક્ષિત અને સૌથી ઓછા શિક્ષિતના દરવાળા ગામડાઓ આ જિલ્લામાં અસ્તિત્વ ધરાવે છે. જયારે જિલ્લા પ્રાથમિક શાળાઓમાં કન્યા કેળવણીને વધુ ઉત્તેજન આપી સરેરાશ ૩૫ ટકા જેટલા સ્ત્રી અને પુરૂષોના સાક્ષરતા તફાવત ને શકય તેટલો ક્રમશઃ ધટાડવા માટે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા વર્ષોથી પ્રયત્નો કરવામાં આવે છે. હાલ જિલ્લામાં ૩૫ ટકા થી ઓછી સ્ત્રી સાક્ષરતાવાળ ફકત ૧૭ ગામ છે. ૨૭ ટકા થી ઓછી સાક્ષરતા વાળા એકપણ ગામ નથી. આમ જોતાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનો ફાળો બહોળો પ્રદાન કરેલ છે.

જિલ્લા પ્રાથમિક શૈક્ષણિક માળખુ જોતાં આણંદ જિલ્લાના તાલુકા ૮(આઠ) છે. બીટ ૨૧ છે. તેમજ ૧૨૫ પગાર કેન્દ્રો આવેલા છે. બી.આર.સી. કેન્દ્રો – ૦૮ છે. અને સી.આર.સી. કેન્દ્રો ૧૬૪ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં કુલ ૧૦૩૨ શાળાઓ આવેલી છે. ધો. ૧ થી ૭ ની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા જોતાં અ.જાતિ માં કુમાર અને કન્યાઓ ૧૩૬૭૮ છે. અનુ.જન.જાતિમાં કુમાર અને કન્યા ૬૭૭૧ છે. બક્ષીપંચમાં કુલ ૧૮૩૯૭૬ છે. અન્યમાં ૯૨૮૬૩ છે. આમ કુલ વિદ્યાર્થીની સંખ્યા ૨૯૭૨૮૮ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બાળકોની સારી એવી પ્રગતી ગયેલ છે.

જિલ્લા પ્રાથમિક શાળાઓમાં બાળકોને વિવિધલક્ષી અધ્યન આપવામાં આવે છે. બાળકોને શાળામાં આનંદમય શિક્ષણ મેળવે તથા રસપ્રદ પ્રવૃતિઓથી માહિતગાર થાય તે માટે બાળ મેળા, બાળ રમોત્સવ, વિજ્ઞાનમેળા, ગરબા સ્પર્ધા, શૈક્ષણિક સાધનોનું પ્રદર્શન ગણિત મેળા સબંધિત સ્પર્ધા જેવી આનંદમય શિક્ષણ માટેની પ્રવૃતિઓ યોજવામાં આવે છે. આમ જિલ્લામાં પ્રાથમિકતાનો પાયો મજબુત છે.

 

રમત – ગમત કાર્યક્રમો


આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રમત – ગમત કાર્યક્રમો રાખવામાં આવે છે. તથા તાલુકા કક્ષાએ પણ વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ – મેચો, કબડ્ડી, ખો-ખો, ગોળાફેક, વગેરે જેવા રમત – ગમત કાર્યક્રમો રાખવામાં આવે છે. તથા જિલ્લા લેવલના વિદ્યાર્થીઓ માટે પણ ક્રીકેટ,-મેચો, ફુટબોલ, ખો-ખો, વગેરે કાર્યક્રમો રાખવામાં આવે છે.

જેની આર્થિક સહાય માટે નીચે મુજબ વાર્ષિક ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

સરકારશ્રીની પે-સેન્ટર દિઠ – ૩૫૦૦
તાલુકાની રમતો માટે – ૫૦૦૦
સ્વભંડોળના ખર્ચ – ૧૫૦૦૦

ઉપરોકત જણાવેલ સહાયરૂપે મળેલ ગ્રાન્ટ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવે છે. તથા પ્રમાણપત્રો પણ આપવામાં આવે છે.

 

સાંસ્કૃતિક કાર્યક્રમો


આણંદ જિલ્લાની કુલ ૧૦૩૨ પ્રાથમિક શાળાઓમાં દર વર્ષે ધોરણ – 1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે કન્યા કેળવણી માટે “પ્રવેશોત્સવ” કરવામાં આવે છે. તથા પ્રાથમિક શાળાઓમાં ગરબા, નાટકો, વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવે છે. જેની આર્થિક સહાય રૂપે સ્વભંડોળના વાર્ષિક બજેટમાંથી ૨૫૦૦૦ પચ્ચીસ હજાર ફાળવવામાં આવે છે.

 

કોમ્પ્યુટર જ્ઞાન


ગુજરાત સરકારીશ્રી અભિગમ અને સરકારશ્રી તરફથી આપેલ સૂચના પરિપત્રો મુજબ પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને કુશળ શકિતનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સરકારશ્રીએ તમામ પ્રા.શાળાઓને કોમ્પ્યુટર યોજના હેઠળ આવરી લીધેલ છે. 

જિલ્લાની પ્રાથમિક શાળાઓના દાતાઓ તરફથી કોમ્પ્યુટર દાનમાં મેળવી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ આપવાનો પ્રયત્ન થયેલ છે. જેની સામે સરકારશ્રી તરફથી કોમ્પ્યુટર ૧: ૧ ની યોજનામાં મળેલ છે. શાળાઓમાં દાતાઓ તરફથી કોમ્પ્યુટર મેળવેલ છે. જેની સામે સરકારશ્રી તરફથી શાળાઓને કોમ્પ્યુટર ફાળવવામાં આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોને કોમ્પ્યુટર તાલીમ આપી બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવે છે.

સર્વે શિક્ષા અભિયાન તરફથી જિલ્લામાં ૬૯૯ પ્રા.શા.ળાઓમાં કોમ્પ્યુટર લેબની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં ઈન્ટેલ એજયુકેશન તરફથી શિક્ષકોને તાલિમ આપી અમે.ટી. લેવલથી તમામ શિક્ષકો સુધી કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે. આમ શિક્ષકો ધ્વારા બાળકોને કોમ્પ્યુટર જ્ઞાન આપવામા઼ આવે છે.

 

પુસ્તકો / મેગેઝીન


આણંદ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને વધુ અભ્યાસના સહાય પુરૂ પાડવા માટે ઈતર વાંચન ના પુસ્તકો પૂરા પાડવામાં આવે છે. જેનો આર્થિક સહાય સ્વ.ભંડોળમાંથી ૧,૫૦,૦૦૦/- ખર્ચ કરી શાળાઓમાં પૂરા પાડવામાં આવે છે. તથા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે માસિક સામિકો દર માસે કુલ – ૧૦૩૫ શાળાઓને પોસ્ટ ધ્વારા પહોંચતા કરવામાં આવે છે. 

જેનો ખર્ચ સ્વભંડોળ ના સદરે વાર્ષિક – ૫૦૦૦૦૦/- પાંચ લાખ પુરા ફાળવવામાં આવે છે.