• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન, યોગ, પ્રાણાયામ અત્યંત જરૂરી : કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી

પ્રકાશિત તારીખ : 22/08/2025

આણંદ સર્કિટ હાઉસ ખાતે સંકલનની બેઠક પહેલા સરકારી અધિકારીઓ માટે મેડીટેશન સેશન યોજાયું

આણંદ, શુક્રવાર: આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી સંકલનની બેઠક અગાઉ અધિકારીઓ માટે મેડીટેશન યોજવામાં આવ્યું હતું.

પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ કરમસદના પ્રોફેસર ડોક્ટર ભાલેન્દ્ર વૈષ્ણવે સરકારી અધિકારીઓને મેડીટેશન કરવાથી થતા ફાયદા જણાવ્યા હતા. તેમણે સરકારી અધિકારીઓને અત્યારની ભાગદોડ વાળી લાઇફમાં દિવસમાં ૧૦ મિનિટ પોતાને માટે કાઢવા માટે અપીલ કરી હતી અને માત્ર ૧૦ મિનિટ ૧૦ દિવસ મેડીટેશન કરો તો તેના ફાયદા આરોગ્ય માટે પણ ફાયદા રૂપ રહેશે તેમ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ તણાવમૂક્ત જીવન શૈલી માટે દરરોજ નિયમિત ધ્યાન કરવા ઉપર ભાર મૂકતા જણાવ્યું હતુ કે, પૌરાણિક યુગમાં  આપણા ઋષિમુનિઓ પણ મેડીટેશન એટલે કે ધ્યાન કરતાં હતા. આજના વધતા જતાં તણાવના સમયમાં પ્રત્યેક અધિકારીઓએ તણાવમૂક્ત રહેવા માટે યોગ, ધ્યાન, પ્રાણાયામ કરી તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે પણ વિચારવું જોઈએ અને દિવસ દરમિયાન ૧૦ મિનિટ ‘સ્વ’ માટે કાઢીને બ્રિથિંગ એક્સરસાઇઝ, મેડીટેશન, યોગ, પ્રાણાયામ કરવાથી આજની ફાસ્ટ લાઇફમાં સારા પરિણામ મળશે તેમ જણાવ્યું હતુ. તેમણે માત્ર એક મહિનો નિયમિત મેડીટેશન કરવાથી જિંદગીમાં ઘણું બધું પરિવર્તન આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ મેડીટેશન સેશનમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેકટર શ્રી ઋતુરાજ દેસાઈ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.