બંધ

વિશ્વ પર્યાવરણ દિવસ

પ્રકાશિત તારીખ : 06/06/2026

અખંડ ભારત ઉદ્યાન કરમસદ ખાતે પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જવાબદારી – મંત્રી શ્રી સંજયસિંહ મહિડા

આણંદ, શુક્રવાર , કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખંડ ભારત ઉદ્યાન- કરમસદ ખાતે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડાની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ સમયે મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર.એન. ડોડીયા, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મયુર સુથાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ અને શ્રી પી.આર. સંગાડા, ડેપ્યુટી મેયર શ્રી કમલેશ ડાભી, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જવાબદારી છે. દરેક નાગરિક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તો જ આપણે સૌ ભેગા મળીને હરિયાળુ ગુજરાત બનાવી શકીશુ.

પર્યાવરણના રક્ષણ અને ક્લાઈમેટ ચેન્જને અટકાવવાના ઉદ્દેશ્યથી કરમસદ ખાતેના અખંડ ભારત ઉદ્યાનમાં 150 જેટલા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં બોરસલી, પારીજાત, અર્જુન સાદડ અને કદમ જેવા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ આણંદના નાયબ વન સંરક્ષકશ્રી, મામલતદારશ્રી આણંદ શહેર શ્રી સૃષ્ટિ શારદા, વન વિભાગના અધિકારી- કર્મચારીઓ સહિત મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિશ્વ પર્યાવરણ દિવસ

 

 

 

 

વિશ્વ પર્યાવરણ દિવસ