• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

પ્રકાશિત તારીખ : 09/10/2025

વાસદ ગામે રાત્રિ સભા યોજાઈ

વિકાસ સપ્તાહનો રથ પરિભ્રમણ કરીને પહોંચ્યો વાસદ ગામે, ગ્રામજનો દ્વારા થયું દબદબાભેર સ્વાગત

આણંદ, ગુરૂવાર: વિકાસ સપ્તાહના બીજા દિવસે આણંદ તાલુકાના વાસદ ગામે રાતે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે રાત્રી સભા યોજવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૭ થી તા. ૧૫ ઓક્ટોબર સુધી આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં  આણંદના તાલુકા વિકાસ અધિકારી શ્રી  આર. એમ. પટેલએ વિકાસ સપ્તાહ અંતર્ગત વાસદ ગામ ખાતે આવેલ વિકાસ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો. મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ સહિત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તબક્કે વિકાસ સપ્તાહ અંતર્ગત સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિકાસ રથ થકી વિકાસની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં આણંદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન પરમાર, ગામના સરપંચ શ્રી પૂનમભાઈ પરમાર, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી ભાવિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય, ગ્રામ પંચાયત સદસ્ય, અગ્રણી શ્રી મહિપતસિંહ ગામના વડીલો, મહિલાઓ, યુવાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો

વિકાસ સપ્તાહ ૨૦૨૫, આણંદ જિલ્લો