વાહનના પસંદગીના નંબરો મેળવવા ઓકસનમાં રજીસ્ટ્રેશન કરાવો
પ્રકાશિત તારીખ : 18/05/2026
તા.18 મે થી તા. ૨૨ મે સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
આણંદ,શુક્રવાર, એ.આર.ટી.ઓ.કચેરી આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન RE AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોમાં મોટર સાયકલ સીરીઝ GJ23 EA,EB,EC,ED,EE,EF,EG,EH,EI,EJ,EK અને EL તથા LMV સીરીઝ શરૂ GJ-23-CA, CB, CC, CD, CE, CF, CG,CH,CJ અને CK શરૂ કરવામાં આવેલ છે. 3W પેસેન્જર તેમજ ગુડ્ઝ પ્રકારના વાહન માટે GJ-23-AU,AY અને AX અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ GJ-23-BC સીરીઝ શરૂ કરવામાં આવેલ છે.
પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલીકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.
તા.18/5/2026 સમય 4:00 PM થી તા. 20/5/2026 સમય 4:00 PM સુધીના રોજ AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે, જ્યારે તા. 20/5/2026 સમય 4:00 PM થી તા.22/5/2026 સમય 4:00 PM ના રોજ AUCTION નું Bidding કરવાનું રહેશે.
વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે તેવા જ અરજદારો AUCTION માં ભાગ લઇ શકાશે, તેમ
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.