બંધ

રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આવતીકાલે આણંદ જિલ્લાના પ્રવાસે

પ્રકાશિત તારીખ : 22/01/2026

જિલ્લાની વિવિધ આંગણવાડી અને શાળાઓની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે

આણંદ, ગુરૂવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આગામી તારીખ ૨૩ જાન્યુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાત લઈ વિવિધ વિકાસલક્ષી કેન્દ્રોની મુલાકાતે પધારશે.

કાર્યક્રમ અનુસાર, મંત્રીશ્રી તેઓના પ્રવાસની શરૂઆત સવારે ૦૯:૧૫ કલાકે આંકલાવ તાલુકાના આસોદર ખાતે આવેલ વણકર વાસ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ત્યાંથી, તેઓ ખડોલ આંગણવાડી કેન્દ્રની કામગીરીનું ત્યાં જઈને નિરીક્ષણ કરશે.

આણંદની મુલાકાત દરમિયાન મંત્રીશ્રી આણંદ ખાતે કાર્યરત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ની મુલાકાત લઈ મહિલા સુરક્ષા અને સહાયલક્ષી સેવાઓની સમીક્ષા કર્યા બાદ આણંદના બાકરોલ સ્થિત આદર્શ નિવાસી કન્યા શાળાની મુલાકાત લેશે અને વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરશે.