બોરસદ નગરપાલિકા વિસ્તારમાં ડાયવર્ઝન
પ્રકાશિત તારીખ : 17/02/2025
આણંદ, શનિવાર: બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ રાઠોડ ચોકડી પર વરસાદી પાણીના નીકાલ માટે બોક્ષ કલવર્ટ ડ્રેઇન બનાવવાની કામગીરી ચાલુ હોવાથી વૃંદાવન ટાંકી તરફથી રાઠોડ ચોકડી જવા માટે વાસદ ચોકડી થઇ સુમતીનાથ જૈન દેરાસર સામે પાશ્વનાથ કોમ્પલેક્ષ થઇ રાઠોડ ચોકડી તથા છોટાલાલ પાર્ક પાણીની ટાંકીથી વૃંદાવન પાણીની ટાંકી તરફ જવા રાઠોડ ચોકડીથી સુમતીનાથ જૈન દેરાસર સામે પાશ્વનાથ કોમ્પલેક્ષ થઇ વાસદ ચોકડી થઇ વૃંદાવન પાણીની ટાંકી તરફ ડાઇવર્ઝન આપેલ છે, જેની બોરસદ અને તેની આસપાસની જાહેર જનતાએ નોંધ લેવા બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.