બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત પૂર્વ મંજૂરી મેળવેલ આણંદ જિલ્લાના ખેડૂતો જોગ
પ્રકાશિત તારીખ : 15/07/2026
બાગાયતદારો (ખેડૂતો)ને નિયત સમયમાં બિલ-સાધનિક કાગળો આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા અનુરોધ
આણંદ, બુધવાર , આણંદના નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને જણાવાયું આવે છે કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત ‘I-khedut 2.0’ પોર્ટલ પર ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી. આ પૈકીની જે અરજીઓને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નિયમાનુસાર પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે, તેમજ મળેલ મંજૂરી અન્વયે જે ખેડૂતોને વાવેતર કરવાનું કે યોજનાકીય સાધનોની ખરીદી કરવાની બાકી હોય, તેઓએ સદર કામગીરી સત્વરે પૂર્ણ કરી લેવા જણાવાયું છે.-?
વધુમાં આ પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ ખરીદી કે વાવેતર કરી લીધું હોય પરંતુ તેના નિયત બિલ તેમજ અન્ય સાધનિક કાગળો પોર્ટલ પર અપલોડ કરવાના બાકી હોય, તેવા તમામ ખેડૂતોએ નિયત સમય મર્યાદામાં પોતાના ખરીદીના અસલ બિલ અને જરૂરી આધાર-પુરાવા આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરી દેવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.