બંધ

પ્રાંત ઓફિસ

જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૯ અને ૧૦ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ “સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ” ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

પ્રાંત અધિકારીની મૂળભૂત મહેસૂલી કામગીરી માટે સરકારશ્રીએ લક્ષ્યાંકો / ધોરણો ઠરાવેલા છે જે આ પ્રમાણે છે.

અનુ. નં. ડિવિઝન પ્રાંત અધિકારીનું નામ હોદ્દો તાલુકાઓ કોનટેક્ટ નંબર ઈ-મેઈલ
આણંદ શ્રી જે. સી. દલાલ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, આણંદ આણંદ (શહેર અને ગ્રામ્ય), ઉમરેઠ ૦૨૬૯૨-૨૬૪૦૪૫ po-and@gujarat[dot]gov[dot]in
બોરસદ શ્રી ડી. આર. પટેલ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, બોરસદ આંકલાવ,બોરસદ +૯૧ ૨૬૯૬ ૨૨૪૪૩૦ po-bor@gujarat[dot]gov[dot]in
પેટલાદ શ્રી એમ. આર. બ્રહ્મભટ્ટ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, પેટલાદ પેટલાદ,સોજીત્રા +૯૧ ૨૬૯૭ ૨૨૪૯૫૩ po-pet[dot]gujarat.gov[dot]in
ખંભાત શ્રી સ્નેહલ ભાપકર (IAS) નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ખંભાત ખંભાત,તારાપુર +૯૧ ૨૬૯૮ ૨૨૧૦૨૧ po-kha@gujarat[dot]gov[dot]in