• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પ્રકાશિત તારીખ : 30/09/2025

આણંદ ખાતે પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ  વિતરણ કાર્યક્રમ યોજાયો

આણંદ, મંગળવાર: આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પોષણ ઉત્સવ : ૨૦૨૫ અંતર્ગત ટી.એચ.આર.( માતૃ શક્તિ, બાલશક્તિ, પૂર્ણાશક્તિ) અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં સાંસદ શ્રી મિતેશ પટેલ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વાર શરૂ કરાયેલા “સ્વસ્થ નારી સશક્ત પરિવાર”  અભિયાનમાં દીકરીઓ તથા બહેનોને પોષણક્ષમ આહાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ પોષણ લક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેનો લાભ લેવા ઉપસ્થિત બહેનોને સાંસદશ્રી અનુરોધ કર્યો હતો.

તેમણે આ તકે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા સરકારશ્રીની સ્ટાર્ટઅપ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બની વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા હાંકલ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકરોને માતા યશોદાની ઉપમા આપવામાં આવી છે. જેને સાચા અર્થમાં સાર્થક કરતા આંગણવાડીના કાર્યકર બહેનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહયાં છે. જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. 

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોની કામગીરીની સરાહના કરી હતી.

કાર્યક્રમના પ્રારંભમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી તેજલબેન ગોસ્વામીએ કાર્યક્રમની રૂપરેખા આપી મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, તથા સી.ડી.પી.ઓ.શ્રીએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના વરદહસ્તે આંગણવાડી કાર્યકર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરાયા હતા, તથા પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતા બહેનોને પ્રમાણપત્ર તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આણંદ ખાતે યોજાયેલા પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા માતા યશોદા એવોર્ડ  વિતરણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે. બી. કથીરીયા, વિવિધ ઘટકના સી.ડી.પી.ઓ.શ્રી સહિત મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહયાં હતા.

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ

પોષણ ઉત્સવ ૨૦૨૫ : આણંદ