પેટલાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ
પ્રકાશિત તારીખ : 22/06/2026
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂતોને ૧,૦૨૫ કરોડની સહાયનું કર્યું વિતરણ
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૨૩મા હપ્તાની રકમ ડી.બી.ટી. મારફતે સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ
આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેતીમાં નવીનતા લાવનાર ખેડૂતોને પ્રશસ્તિપત્ર અને ૧૦ હજારનું પ્રોત્સાહક ઈનામ અપાયું
આણંદ, શનિવાર, પેટલાદની એન.કે. હાઈસ્કૂલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના ૫૧.૨૮ લાખથી વધુ ખેડૂત કુટુંબોને ૨૩મા હપ્તા સ્વરૂપે કુલ ૧,૦૨૫ કરોડથી વધુની સહાયનું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) મારફતે સીધું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના આ પ્રયાસોનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવા સાથે તેમને નવી ટેકનોલોજી અને કોઠાસૂઝથી માહિતગાર કરવાનો છે, જેથી રાજ્યનો કૃષિ વિકાસ સતત વેગવંતો બની રહે. મંત્રીશ્રીના હસ્તે કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાઓને બિરદાવતા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પોતાની આગવી કોઠાસૂઝ અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા ખેતીમાં નવીનતા લાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનનારા આ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે રૂપિયા ૧૦,૦૦૦નું રોકડ ઈનામ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન શ્રી ના હસ્તે થયેલા આ સહાય વિતરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં ખેતીવાડીમાં આધુનિકતા અને વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ મીલેટ મેળો તથા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મધ્યમ કદના અનાજ (મીલેટ) ના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ અવસરે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ કોકિલાબેન તળપદા, જિલ્લા કિસાન મોર્ચાના ઉપપ્રમુખ પ્રણવભાઈ પટેલ, અગ્રણીઓ અલ્પેશભાઈ પટેલ, બ્રિજેશભાઈ પટેલ અને જયેશભાઇ પરમાર સહિત તાલુકા વિકાસ અધિકારી, સરપંચો, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

પેટલાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

પેટલાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

પેટલાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ