પેટલાદની એસ.એસ.હોસ્પિટલને લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત ક્વોલીટી અંગેનું મળેલ રાષ્ટ્રીય સર્ટીફીકેટ
પ્રકાશિત તારીખ : 24/04/2025
આણંદ,શનિવાર: રાજયના નાગરિકોને ગુણવતા સભર સેવા મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની પેટલાદ તાલુકાની એસ.એસ.હોસ્પિટલ જિલ્લામાં આરોગ્ય અંગેની સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર છે. દિવસેને દિવસે આરોગ્ય સેવાઓ વધારેને વધારે સુદ્રઢ બને તે માટે એસ.એસ.હોસ્પિટલ હંમેશા તત્પર છે.
ભારત સરકારશ્રી દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓમાં સુધારો કરવા માટે લક્ષ્ય પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. જેમા અત્રેની હોસ્પિટલ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. જેમા સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલ ટીમ દ્વારા અત્રેના હોસ્પિટલ ખાતે લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત ક્વોલીટી અંગેનો એસેસ્મેન્ટ તા. ૨૨ થી ૨૫ માર્ચના રોજ કરવામાં આવેલ હતો. જેમાં અત્રેની હોસ્પિટલને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલીટી અંગેનો સર્ટીફીકેટ મળેલ છે જે એક અનન્ય સિધ્ધિ છે.