તા.10 મી માર્ચ ના રોજ ટાઉનહોલ, આણંદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે
પ્રકાશિત તારીખ : 11/03/2026
મહિલા ઉત્કર્ષને સમર્પિત સામાજિક સંદેશ આપતું નાટક યોજાશે
આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં જિલ્લા સ્તરીય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તથા મહિલા ઉત્કર્ષને સમર્પિત અને સામાજિક સંદેશ આપતું નાટકનું આયોજન રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ 10 મી માર્ચ 2026, મંગળવારને બપોરે 15-00 કલાકે ધીરજલાલ જે.શાહ, ટાઉનહોલ આણંદ ખાતે રાખવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ની જીલ્લા સ્તરીય ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી નીતાબેન સોલંકી ઉપસ્થિત રહેશે.