બંધ

તા. ૯ મી એપ્રિલના રોજ ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

પ્રકાશિત તારીખ : 03/04/2025

આણંદ, બુધવાર:  જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “જિલ્લા કક્ષાના મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૦૯ એપ્રિલના બુધવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે સી.જે.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ એ.ડી.આઈ.ટી કેમ્પસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે  યોજવામાં આવનાર છે.

આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૪૫ વર્ષ હોય હોય તેવા રોજગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તેઓના ઓછામાં ઓછા ૧૦ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે હાજર રહેવા જણાવાયું છે.

આ ઉપરાંત અનુબંધમ પોર્ટલમાં નોંધણી કરાવી હોય અથવા તો ન કરાવેલ હોય તેવા પણ રોજગારવાંચ્છુ  ઉમેદવારો આ ભરતી મેળામાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે, તેમ રોજગાર અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.