તા.૫ અને ૬ ઓક્ટોબર ના રોજ અજરપુરા ગામે બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન અંગે પરિસંવાદ યોજાશે
પ્રકાશિત તારીખ : 04/10/2025
આણંદ, શનિવાર: બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધનની શક્યતાઓ અંગે આણંદ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે તારીખ ૦૫ અને ૦૬ ઓક્ટોબરના રોજ બપોર બાદ ૫-૩૦ કલાકે એગ્રી બિઝનેસ સેન્ટર, સોલાપુરા ચોકડી પાસે, અજરપુરા, આણંદ ખાતે પરિસંવાદ યોજાનાર છે.
બાગાયતી પાકોમાં મૂલ્ય વર્ધન અંગેના પરિસંવાદમાં આણંદ જિલ્લાના ૫૦૦ કરતા વધારે ખેડૂતો હાજર રહી વિસ્તૃત જાણકારી મેળવશે, તેમ નાયબ બાગાયત નિયામક આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.