• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

તા. ૨૨ મી જુલાઈ ના રોજ આણંદ ડિવિઝન ખાતેની પોસ્ટ ઓફિસ ખાતે  આઇટી 2.0 સોફ્ટવેરનો પ્રારંભ કરાશે

પ્રકાશિત તારીખ : 19/07/2025

તા.૨૧ મી જુલાઈ ના દિવસે આણંદ ડિવિઝન ખાતેની તમામ પોસ્ટ ઓફિસો ખાતે સાદી ટપાલ સિવાયની કામગીરી બંધ રહેશે- સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ, આણંદ.

આણંદ, શુક્રવાર: આણંદ ડિવિઝનના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ શ્રી અશોકભાઈ જે. પરમારના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતની સાથે આણંદ ડિવિઝન ખાતેની તમામ ટપાલ કચેરીઓમાં આગામી તા.૨૨ મી જુલાઈ મંગળવારના રોજ થી એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશન 2.0 સોફ્ટવેરનો પ્રારંભ કરવામાં આવનાર છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે તારીખ ૨૧ મી જુલાઈના રોજ આણંદ ડિવિઝન ખાતેની તમામ ટપાલ કચેરીઓ ખાતે સાદી ટપાલ સિવાય કોઈપણ ટ્રાન્જેક્શન એટલે કે નાણાકીય લેવડ દેવડ કરવામાં આવશે નહીં, જે કામગીરી બંધ રહેશે.

આ ઉપરાંત અધ્યતન એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશન નું રોલ આઉટ કરવાથી ડિજિટલ ક્ષેત્રની અને રાષ્ટ્રીય નિર્માણની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન્સ સુધી લઈ જશે. આ નવી પહેલના ભાગરૂપે નવી સિસ્ટમ તા.૨૨ મી જુલાઈના રોજથી આણંદ ડિવિઝનમાં અમલમાં આવશે.

આ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર સરળ અને સુરક્ષિત સ્થાનાંતર સુનિશ્ચિત કરવા માટે તારીખ ૨૧ મી જુલાઈ ના રોજ ડાઉન ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે, એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશન વધુ સારી વપરાશ કરતા અનુભવ, ઝડપી સેવા કૌશલ્ય અને વધુ કસ્ટમર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પ્રદાન કરવા માટે રચાયેલ છે, જેમાં પોસ્ટલ વિભાગની સ્માર્ટ, અસરકારક અને ભવિષ્યવાદી પોસ્ટલ કામગીરી પ્રદાન કરવા માટેની પ્રતિબંધતા દર્શાવે છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું છે.