તા.૧૩ ડિસેમ્બર ના રોજ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન આણંદ ખાતે લોક અદાલત યોજાશે
પ્રકાશિત તારીખ : 08/12/2025
આણંદ, સોમવાર: મદદનીશ નિયામક, જિલ્લા ગ્રાહક તકરણ નિવારણ કમિશન, આણંદ ની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આણંદ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, બોરસદ ચોકડી પાસે, બ્રિજની નીચે, જિલ્લા પુરવઠા નિગમના ગોડાઉન ની બાજુમાં, આણંદ ખાતે આગામી તા.૧૩/૧૨/૨૦૨૫ ને શનિવારના રોજ સવારે 10:30 કલાકથી સાંજના 18- 00 કલાક સુધી રાષ્ટ્રીય લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ લોક-અદાલતમાં કમિશનમાં ચાલતા કેસો જેવા કે, ઇલેકટ્રીસીટી/વિઘુતબોર્ડના, વિમાની રકમને લગતા ટી.વી.,મોબાઈલ, એ.સી, વોશિંગ મશીન, રેફ્રીજરેટર તેમજ બાંધકામને લગતા તેમજ બીજા અન્ય કેસો જે લોક-અદાલતમાં સમાધાનપાત્ર હોય તેવા તમામ કેસોનો નિકાલ કરવા માટે મૂકી શકાય તેમ છે.
આ માટે જે પક્ષકારો પોતાનો કેસ લોક-અદાલતમાં મુકવા ઈચ્છતા હોય તેમણે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી રજુ કરવાનું રહેશે.
વધુ માહિતી માટે ગ્રાહક તકરાર નિવારણ કમિશનના સીનિયર ક્લાર્ક જયદીપ જી. પંડયાના ફોન નંબર-82385 87808 અથવા કચેરીના ફોન નંબર 02692- 260422,262310 નો સંપર્ક સાધી શકાશે અને પક્ષકારો જાતે કે તેમના વકીલશ્રી મારફત કેસ લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી કરાવી શકશે.
આણંદ ખાતેની ગ્રાહક સુરક્ષા કોર્ટની આ લોક-અદાલતમાં વધુમાં વધુ કેસોનો નિકાલ કરવા આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સહભાગી બનવા મદદનીશ નિયામક, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન
આણંદ દ્વારા લાગતા વળગતા સર્વેને ખાસ અપીલ કરવામાં આવી છે.