• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

જીએસટીના દરોમાં ઘટાડો

પ્રકાશિત તારીખ : 29/09/2025

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખી વ્યક્ત કર્યો આભાર

આણંદ, સોમવાર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા જી.એસ.ટી.ના દરો ઘટાડવાથી ખેડૂતો અને પશુપાલકોને થનાર આર્થિક ફાયદા માટે આણંદ જિલ્લાના દૂધ મંડળીના સભાસદોએ વડાપ્રધાન શ્રી ને પોસ્ટકાર્ડ લખીને આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને પોસ્ટકાર્ડ લખવાની આ ઝુંબેશ માં ખેડૂતો, પશુપાલકો અને હવે નગરજનો પણ જોડાયા છે.

આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ પોતે ખેડૂત હોવાને કારણે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને જીએસટી ના દરોમાં ઘટાડો કરાયો આમ કરવાથી આમ પ્રજાની ખરીદ શક્તિમાં વધારો થશે તેમ જણાવી સ્વદેશી ઉત્પાદન વધશે, દિવાળીના તહેવારોમાં લોકો વધુ ખરીદી કરી શકશે, દેશના પૈસા દેશમાં જ રહેશે અને આમ જનતાનું જીવન ધોરણ ઊંચું આવશે તથા ગરીબી રેખામાંથી લોકો બહાર આવશે તેવી આશા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને દિવાળીના તહેવારો પહેલા આમ પ્રજાને જીએસટીના દર ઘટાડવાની જે ભેટ આપી છે તે બદલ ખુશી વ્યક્ત કરતા આભાર અંગેનો પોસ્ટકાર્ડ લખ્યો છે.