• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર

પ્રકાશિત તારીખ : 30/06/2025

કુમાર પ્રાથમિક શાળામાં ૩૨ બાળકો જ્યારે કન્યા શાળાના ૩૦ બાળકોને શાળામાં નામાંકન કરાવ્યું.

આણંદ,શુક્રવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે સનદી અધિકારીઓએ શાળાઓમાં જઈને ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

જે અન્વયે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવશ્રી મુકેશ કુમારે આણંદ તાલુકાની ચિખોદરા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો.

અગ્ર સચિવશ્રીએ ચિખોદરા  કુમાર પ્રાથમિક શાળામાં ૩૨ બાળકોને જ્યારે કન્યા શાળાના ૩૦ બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ વેળાએ અગ્ર સચિવશ્રીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની આ ૨૨ મી શ્રૃંખલા અંતર્ગત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સહિત પદાધિકારીઓ વિવિધ શાળાઓમાં જઇને ભૂલકાંઓને શાળા પ્રવેશોત્સવ કરાવી રહ્યા છે. જેના કારણે આ પ્રસંગ બાળકો માટે યાદગાર સંભારણું બની રહ્યું છે.

વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિધાર્થીઓ ભણતરની દરકાર લઈને અનેકવિધ યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. જેમાં “નમો લક્ષ્મી યોજના” કાર્યાન્વિત કરવામાં આવી છે.

જેનો લાભ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવતા વિધાર્થીઓને મળવા પાત્ર છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ વેળાએ સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પારિતોષિક એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત   દાતાઓનું પણ મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે સચિવશ્રી  સહિત મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષોરોપણ કર્યું હતું.

આ પ્રસંગે નાયબ કલેકટર શ્રી એસ ડી પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અર્ચનાબેન પ્રજાપતિ, સરપંચશ્રી,

એસ.એમ.સી કમિટીના સભ્યો,સી.આર.સી.કો ઓર્ડીનેટર સહિત વાલીગણ તથા બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર 1

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર 2

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર 3

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર 4

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર 5

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર 7

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર 8

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર

ચિખોદરા પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશ કરાવતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર 6