બંધ

કોરાના જેવી મહામારીને હરાવી શકાતી હોય તો રક્તપિતને પણ સરળતાથી નિર્મૂલન કરી શકાશે: NHRC સ્પેશિયલ મોનીટરશ્રી

પ્રકાશિત તારીખ : 24/07/2025

નેશનલ હ્યુમન રાઇટ કમિશનના પ્રમોટર અને પ્રેક્ટિશર તરીકે રક્તપિત નિર્મૂલન માટે સઘન પ્રયાસ કરવા અધિકારીઓને અપીલ કરતા NHRC ના સ્પેશિયલ મોનીટરશ્રી.

નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્પેશિયલ મોનીટરશ્રી ડૉ પ્રદિપ્તા કુમાર નાયકના અધ્યક્ષપદે બેઠક યોજાઈ.

આણંદ,બુધવાર: નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્પેશિયલ મોનીટરશ્રી ડૉ. પ્રદિપ્તા કુમાર નાયક અધ્યક્ષપદે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પુષ્ય ગુચ્છ આપીને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્પેશિયલ મોનીટરશ્રી ડૉ. પ્રદિપ્તા કુમાર નાયકનું સ્વાગત કર્યું હતું.

NHRCના સ્પેશિયલ મોનીટરશ્રીએ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની રૂપરેખાને કમિશનની કામગીરીથી તથા રક્તપિત નિર્મૂલન વિશે ઉપસ્થિત વિવિધ વિભાગના વડાઓને જાણકારી આપી હતી.

વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,કોવિડ જેવી મહામારી ને સફળતા પૂર્વક હરાવી શકાતું હોય તો,રકતપિતને તો જરુર થી હરાવી શકાય છે,તેમ જણાવીને આરોગ્ય વિભાગ દ્વારા લીડ લઈને કાર્યવાહી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.ઉપસ્થિત અધિકારીઓએ વંચિતોને યોજનાકીય લાભ આપીને માનવતાનો અભિગમ દાખવવા પણ જણાવ્યું હતું.

આ ઉપરાંત  નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના સ્પેશિયલ મોનીટરશ્રીએ આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ, બક્ષીપંચ, લાઈવલીહુડ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રોજગાર, મહિલા અને બાળ વિકાસ  વગેરે વિભાગના વડાઓ સાથે વાર્તાલાપ કરીને રક્તપિત નિર્મૂલન માટે કરાઇ રહેલ કામગીરીને અનુલક્ષીને માર્ગદર્શક સૂચનો આપીને  નેશનલ હ્યુમન રાઇટ કમિશનના પ્રમોટર અને પ્રેક્ટિશનર તરીકે રક્તપિત નિર્મૂલન માટે સઘન પ્રયાસ કરવા અધિકારીઓને અપીલ કરી  હતી.

આ પ્રસંગે જિલ્લા રક્તપિત અધિકારીશ્રી દ્વારા પીપીટીના માધ્યમ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત નિર્મૂલન માટે કરવામાં આવેલ કામગીરીથી NHRCના સ્પેશિયલ મોનીટરશ્રીને વાકેફ કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા રક્તપિત અધિકારીશ્રી ડૉ. દિપક પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી સહિત જિલ્લા આરોગ્ય વિભાગ ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.