બંધ

કર્મચારી, નોકરીદાતા, પ્લેસમેન્ટ ઓફિસર, સ્વરોજગાર કરતાં દિવ્યાંગ નાગરિકને પારિતોષિક અપાશે

પ્રકાશિત તારીખ : 24/02/2025

તા.૨૪ ફેબ્રુઆરી સુધીમાં અરજી કરવાની રહેશે .

આણંદ,શુક્રવાર:: રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪ની રાજ્ય કક્ષાની દિવ્યાંગ પારિતાષિક સ્પર્ધા માટે અરજીઓ મંગાવેલ છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા (શારીરિક ક્ષતિ) ધરાવતા ઉદ્યમી, મહેનતુ અને શ્રેષ્ઠ કર્મચારીઓ, તેમને કામે રાખનાર નોકરીદાતાઓ,સ્વરોજગાર કરનાર વ્યક્તિઓ તેમજ દિવ્યાંગોને રોજગારી પૂરું પાડતા પ્લસેમેન્ટ ઓફિસર પાસેથી નિયત અરજીપત્રકમાં જરૂરી આધારો સાથેની અરજી જિલ્લા રોજગાર કચેરી,આણંદ ખાતે કરવાની રહેશે.

જે અન્વયે આ વર્ષે દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને વિકાસ માટે વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસરોને વર્ષ ૨૦૨૪ના વર્ષ માટે રાજ્ય પારિતોષિકો માટેની અરજી પત્રકો જરૂરી દસ્તાવેજો જેવા કે, દિવ્યાંગતા ધરાવતા ફોટા-૨, સ્વરોજગાર કરતા ઉમેદવારોએ પોતની ટૂંકમાં વિગતો,શાળા છોડયાનું પ્રમાણપત્ર, ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતું અજરદારનું છેલ્લા ૩ માસની અંદરનું સિવિલ સર્જનનું મેડિકલ સર્ટિફિકેટ વગેરે અરજી સાથે બે નકલમાં તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી,આણંદને મોકલી આપવાની રહેશે.

વધુમાં ઉક્ત અરજીનો નમૂનો ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પર અને જિલ્લા રોજગાર કચેરી, આણદ ખાતેથી પણ મળી શકશે.તથા વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી,આણંદ રૂમ નં ૨૫,૨૬ જિલ્લા સેવા સદન ખાતેથી મેળવી શકાશે.જે માટે ફોન નંબર ૦૨૬૯૨ – ૨૬૪૯૯૮ પર સંપર્ક કરી શકાશે, તેમ રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.