• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા લોક કલ્યાણ મેળો યોજાયો

પ્રકાશિત તારીખ : 20/09/2025

ફેરીયાઓને બેંકની વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ

૦૫  ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજનાના  મંજૂરી પત્ર અને વેન્ડર્સને પરિચય બોર્ડનું વિતરણ કરાયું

આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા ના એન્યુએલએમ વિભાગ દ્વારા મુખ્ય કુમાર શાળા ખાતે લોક કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો.

આ લોક કલ્યાણ મેળાનો મૂળ હેતુ મનપા વિસ્તારમાં રહેતા અને ફેરી કરીને રોજીરોટી મેળવતા લોકોને બેંક દ્વારા આપવામાં આવતી આર્થિક સહાયની જાણકારી આપવાના હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી જગદીશ પાટીલ દ્વારા બેંકની વિવિધ યોજનાઓ પી એમ સ્વ નિધિ, જીવન જ્યોતિ વીમા યોજના, જન ધન એકાઉન્ટ, માન ધન યોજના, સુરક્ષા વીમા યોજના ઓની જાણકારી આપવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે પી એમ સ્વ નિધિ યોજના ૧લી જૂન ૨૦૨૦ થી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, આ યોજના કેન્દ્રીય સૂક્ષ્મ ઋણ યોજના છે. જેનો ઉદ્દેશ ફેરી ફરતા ફેરિયાઓને સહાયતા આપવાનો છે. આ યોજના હેઠળ શરૂઆતમાં રૂપિયા ૧૦  હજાર વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. આ લોન ભરપાઈ થયા બાદ તે જ વ્યક્તિને રૂપિયા ૨૦ હજાર અને ત્યારબાદ રૂપિયા ૫૦ હજાર લોન પેટે આપવામાં આવે છે, જેમાં ૭% વ્યાજ સબસીડી મળવા પાત્ર હોય છે. આ ઉપરાંત ફેરિયાઓને પ્રતિમાસ રૂપિયા ૧૦૦ જેટલું કેશબેક પણ આપવામાં આવે છે.

આજે યોજાયેલ કાર્યક્રમમાં પાંચ ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજનાના મંજુર થયેલ લોનના સેંકશન લેટર આપવામાં આવ્યા હતા અને જે વેન્ડર્સ ને લોન મળી ગઈ છે તેવા વેન્ડર્સ ને પરિચય બોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મનપાના વહીવટી અધિકારી, એન્યુએલએમ સિટી મિશનના મેનેજર અને સ્ટાફ, યુસીડી ક્લાર્ક સહિત આણંદ મનપા વિસ્તારમાં ફેરી ફેરતા ફેરિયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેઓને યોજનાકીય જાણકારી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.