કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને સુપર ક્લોરીનેશન યુક્ત પાણી આપવામાં આવશે
પ્રકાશિત તારીખ : 27/07/2026
વર્ષાઋતુમાં આ પાણીનો ઉપયોગ કરવાથી બિમારીઓથી બચી શકાશે
આણંદ, રવિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં વરસાદની ઋતુને ધ્યાને લઈ સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનાર સુપર ક્લોરિનેશન પાણી એટલે .૫ ( પાંચ ) પીપીએમ નું પ્રમાણ હોય એને સુપર ક્લોરીનેશન કહેવામાં આવે છે.
વરસાદી ઋતુને કારણે સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાથી બિમારી પાણીજન્ય રોગચાળો થઈ શકશે નહીં અને પ્રમાણમાં ઘટાડો નોંધાશે. આ ઉપરાંત બેક્ટેરિયા અને વાયરસ નું પ્રમાણ ઓછું થશે, પાણીમાં જંતુ હોય ત્યારે પાણીથી થતા રોગો ટાઈફોઇડ, કમળો, કોલેરા, ઝાડા ઉલટી, મરડો જેવી વિવિધ બિમારીઓ ફેલાતી હોય છે, પરંતુ સુપર ક્લોરીનેશનયુક્ત પાણી આપવાથી આ તમામ રોગ થી બચી શકાશે.
આ ઉપરાંત વરસાદી ઋતુ દરમિયાન પાણીની લાઈનમાં સામાન્ય લિકેજીસ હોય તો પણ રોગના જંતુઓ પેદા થતા હોય છે, અને તેને કારણે સીઝનેબલ બિમારી થતી હોય છે, તેથી સુપર ક્લોરિનેશન યુક્ત પાણી પીવાનો ઉપયોગ કરવો જોઈએ.