• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

ઉમરેઠ – નવાપુરા ચોકડી- બેચરી- સુરેલી ચોકડી- સુંદરપુરા(SH) પર બેચરી ગામ પાસેના બ્રિજ પર સલામતીના કારણોસર તા.૧૫ જૂન ૨૦૨૬ સુધી વાહન વ્યવહાર ડાઇવર્ટ કરાયો

પ્રકાશિત તારીખ : 25/07/2025

આણંદ, ગુરુવાર: ઉમરેઠ – નવાપુરા ચોકડી- બેચરી- સુરેલી ચોકડી- સુંદરપુરા(SH) પર બેચરી ગામ પાસેના બ્રિજ પર સલામતીના હેતુથી બ્રિજ ઉપર માત્ર ટુ વ્હીલર તથા પગપાળા માટે અવરજવર હેતુ ચાલુ રાખી બાકીના ટ્રાફિકને તા ૧૫ જૂન ૨૦૨૬ સુધી વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે.

જે અન્વયે નવાપુરા ચોકડી થી બેચરી સુરેલી ચોકડી તરફ જતો તમામ મહાન વ્યવહાર અને સુરેલી ચોકડી બેચરી થી નવાપુરા ચોકડી તરફ આવતો તમામ વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેના વૈકિલ્પક માર્ગ તરીકે નવાપુરા ચોકડી થી બેચરી – સુરેલી ચોકડી  તરફ જતો  તમામ વાહન વ્યવહાર જેમાં નાના તથા મધ્યમ વાહનો ઉમરેઠ- ઓડ ચોકડી- હમીદપુરા ચોકડી થી જમણી બાજુ વળી નવાપુરા ચોકડી થી આગળ નવાપુરા ગામથી વડ પાસેથી જમણી બાજુ ભાટપુરા ગામ – સરકારી માધ્યમિક શાળા થઈને નહેર વી.આર.બી થઈને ગરાસિયાપૂરા થઈ આગળ સુરેલી- બેચરી માર્ગ પર ડાબી બાજુ વળી સુરેલી ગામ – સુરેલી ચોકડી થી આગળ જઈ શકાશે.

તદ્ઉપરાંત ભારે વાહનો ઉમરેઠ- ઓડ ચોકડી- હમીદ પુરા ચોકડી થઈ આગળ ઓડ ગામ થી ડાબી બાજુ ભરોડા ગામ થઈ સુરેલી ચોકડી થી આગળ જઈ શકશે.

 આ ઉપરાંત સુરેલી ચોકડી બેચરી થી નવાપુરા ચોકડી તરફ આવતો તમામ વાહન વ્યવહાર અન્વયે  નાના તથા મધ્યમ વાહનો સુરેલી ચોકડી સુરેલી ગામ થઈ સુરેલી બેચરી માર્ગ પર જમણી બાજુ વળી ગરાસીયાપુરા થઈ નહેર વી.આર.બી થઈ ભાટપુરા ગામ સરકારી માધ્યમિક શાળા થઈને નવાપુરા ચોકડી થી આગળ હમીદપુરા ચોકડી થી જમણી બાજુ વળી ઓડ ચોકડી ઉમરેઠ જઈ શકાશે, તથા ભારે વાહનો સુરેલી ચોકડીથી ભરોડા ગામ થઈ ઓડ ગામ આગળ જમણી બાજુ વળી હમીદપુરા ચોકડી ઓડ ચોકડી ઉમરેઠ જઈ શકશે.

ઉક્ત હુકમના ભંગ બદલ કાયદાની જોગવાઈ અને આધીન શિક્ષાને પાત્ર થશે.