ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામે ફળ અને શાકભાજી પરીરક્ષણની તાલીમ યોજાઇ
પ્રકાશિત તારીખ : 20/08/2025
આણંદ, મંગળવાર: નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા ગામ ખાતે મહિલા સશક્તિકરણના હેતુ સાથે બે દિવસીય ફળ અને શાકભાજી પરિક્ષણની મહિલા વૃત્તિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં કિચન કેનીગ યોજના હેઠળ કુલ ૩૩ તાલીમાર્થી મહિલાઓને પ્રતિદિન રૂ. ૨૫૦/- સ્ટાઈપેંડ સાથે વિવિધ વાનગીઓ બનાવટ શીખવવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓએ ગુલાબનો શરબત,પપૈયા જામ, કેળાના છાલની સેવ, ટામેટાની ચટણી, ટામેટા કેચપ, અને બટાટાની જલેબી જેવી વિવિધ બનાવટો બનાવી હતી.
બાગાયત અધિકારીશ્રી ડૉ. હિતેષ ઠાકરીયાએ જ્ણાવ્યુ કે આ યોજનાનો હેતુ મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી વિવિધ વાનગી તેમજ બનાવટો શિખવીને મહિલા સશક્ત બની શકે તે હેતુસર આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં ભાગ લેનાર બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ તાલીમ થકી બહેનો આગામી સમયમાં ફળ અને શાકભાજીમાંથી મૂલ્ય વર્ધિત પોષણયુક્ત બનાવટો બનાવી પોતાના પરિવારજનોને આર્થિક રીતે સહયોગ આપશે તથા ગૃહ ઉદ્યોગ શરૂ કરી બીજી મહિલાઓ માટે ઉપયોગી થશે, એવું નાયબ બાગાયત નિયામક શ્રી ડૉ. સ્મિતાબેન પિલ્લાઈએ જણાવ્યું હતું.