બંધ

આરોગ્‍ય

પ્રસ્તાવના


સમગ્ર જીલ્લાની આરોગ્ય અને સુખાકારીની જવાબદારી તેમજ જીલ્લામાં કોઇપણ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે સંપુર્ણ તકેદારીના પગલાં લેવાની ફરજ નિભાવે છે. લોક સુખાકારી માટે સારૂ સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. જે માટે રસીકરણથી માંડી ઘેર ઘેર ફરીને આરોગ્યના કર્મચારીઓ લોક સ્વાસ્થ્ય માટે તકેદારી રાખે છે. જીલ્લામાં આવેલા આરોગ્ય કેન્દ્ગો, પેટા કેન્દ્ગો વિગેરે ઉપર તબીબી અધિકીરીઓ ૨૪ કલાક લોકોને આરોગ્યની સેવાઓ પુરી પાડે છે.

 

રસીકરણ


આ કાર્યક્રમ હેઠળ ૦ થી ૧ વર્ષ સુધીના બાળકોને છ પ્રાણધાતક રોગો જેવાકે બાળ ક્ષય, બાળ લકવો, ડિપ્થેરિયા, ધનુર, ઉંટાટિયું અને ઓરી સામે રક્ષણ આપવા માટે સમય પત્રક મુજબ રસીઓ આપવામાં આવે છે. પ્રસુતિ પછી માતા અને બાળકને ધનુર ન થાય તે માટે સગર્ભા અવસ્થા દરમિયાન ધનુરની રસી સગર્ભા માતાને આપવામાં આવે છે.

માતા ગર્ભવતી બને ત્યારથી આરોગ્ય ની કામગીરી શરૂ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ગો ઉપર ગર્ભવતી સ્ત્રીઓને ધનુરની રસી મુકવામાં આવે છે. ત્યારબાદ બાળકનો જન્મ થતાં બી.સી.જી, પોલીયો, ત્રિગુણી જેવી રસીઓનું સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. અને બાળક મોટું થાય ત્યાં સુધી વખતો વખત આ રસી આપવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ હિપેટાઇટીશ, મેલેરીયા જેવા વાવરના રોગોની પણ રસી મુકવાનું કામ ખૂબ જ ખંતથી નિભાવે છે.

રસી ડોઝ
ડી.પી.ટી. બાળકની ઉંમર 1.0 વર્ષના ગાળા દરમાન ત્રણ ડોઝ આપવામાં આવે છે.
પોલીયો બાળકની ઉંમર 1.0 વર્ષના ગાળા દરમાન ત્રણ ડોઝ આપવામાં આવે છે.
ડી.ટી.વી. ડીપ્થેરીયા અને ધનુરનો રોગ ન થાય તે માટે પ વર્ષના બાળકોને વેકસીન આપવામાં આવે છે.
બી.સી.જી. ટી.બી.ના રોગ સામે આ પ્રતિકારક રસી છે. બાળકનાં જન્મથી ૧૨ માસથી અંદર એક વખત આ રસી આપવામાં આવે છે.
ઓરી ૯ થી ૧૨ માસ સુધીના બાળકોને આ રસીનો એક ડોઝ આપવામાં આવે છે.

 

સ્‍વછતા જાળવણી


આરોગની સૌથી મહત્વની કામગીરી સ્વચ્છતાની છે. અવાર નવાર સ્વચ્છતા શિબિર યોજી શાળાઓના બાળકોને અને ગામડાઓમાં સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ ઉભી કરવામાં આવે છે. જયાં સ્વચ્છતા છે તાં જ સ્વાસ્થ્ય છે. જે બાબત લોકમાનસમાં ઉભી કરવામાં આવે છે. તદઉપરાંત સેનેટરી ઇન્સ્પેકટરો ઘ્વારા હોટલ, સિનેમાગૃહો જેવા જાહેર સ્થળોમાં પુરતા પ્રમાણમાં સ્વચ્છતા જળવાય તે માટે તકેદારી લેવાય છે.

માતૃબાળ કલ્‍યાણ કાર્યક્રમ (આર.સી.એચ.)

આ કાર્યક્રમમાં માતા અને બાળકના સ્વાસ્થ્યની સંભાળ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ હેઠળ સગર્ભા માતાની સંભાળ, પ્ર­સુતિ અને પ્ર­સુતિ પછી માતાની સંભાળ, બાળ સંભાળ, સલામત અને સ્વચ્છ ­ પ્રસુતિ માટે મમતાકીટ, લોહતત્વની ગોળીઓ તેમજ ગર્ભાવસ્થામાં સલાહ, સરવાર અને સેવાની કામગીરી પ્રા.આ.કેન્દ્રો અને પેટા કેન્દ્રો દ્વારા છેવાડાના ધર સુધી ક્લીનીક અને ગૃહ મુલાકાત દરમ્યાન અપાય છે. ધનુર રોગ સામે રક્ષણ મેળવવા સગર્ભા બેનોને ધનુર વિરોધી રસી આપવામાં આવે છે.તેમજ તેમના લોહી અને પેશાબની તપાસ કરવામા આવે છે.

ચિરંજીવી યોજના ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજયમાં માતા મૃત્યુ દર અને બાળમૃત્યુ દર ધટાડવા માટે તા.૮/૯/૦૬ ના ઠરાવથી રાજયના તમામ જિલ્લાઓમાં ચિરંજીવી યોજનૉઅમલમાં મુકવામાં આવેલ છે. જે ૧૪ દેશોના ૨૨૪ પ્રોજેકટ પૈકી પસંદગી પામેલ સર્વશ્રેષ્ઠ યોજના છે.

ચિરંજીવી યોજનામાં ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત ર્ડાકટરશ્રીઓ દ્વારા ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓને પ્રસુતિ સંબંધી સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે, આ યોજના અંતર્ગત ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંતને ૧૦૦ પ્રસુતિના પેકેજમાં ૨,૮૦,૦૦૦/- (એક પ્રસુતિ દીઠ રૂ.૨૮૦૦/- લેખે) મળવાપાત્ર છે.

ગ્રામ વિસ્તારની સગર્ભા માતાને દવાખાને જવાના વાહનભાડાના રૂ.૨૦૦/- અને શહેરી વિસ્તારની સગર્ભામાતાને દવાખાને જવાના ભાડાના રૂ.૧૦૦/- સ્થળ ઉપર જ ખાનગી ગાયનેકોલોજીસ્ટ દ્વારા ચુકવવામાં આવશે.

 

શાળા આરોગ્‍ય


આ કાર્યક્રમમાં દર વર્ષે ધો – ૧ થી ૭ ની પ્રાથમિક શાળા તથા ધો. ૮ થી ૧૨ ની માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા તેમજ શાળાએ ન જતાં બાળકો તની મે.ઓ. તથા પેરા મેડીકલ સ્ટાફ ધ્વારા શારિરીક તપાસણી કરવામાં આવે છે, અને ગંભીર પ્રકારના રોગો જેવા કે હદય, કીડની, કેન્સર વાળા બાળકોને રેફરલ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.