બંધ

આણંદ મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર ૬૦૩ એકમો પાસેથી ૮.૨૯ લાખ ઉપરાંતનો દંડ વસૂલ કર્યો

પ્રકાશિત તારીખ : 20/05/2025

૩૬૬૫ કિલોગ્રામ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરાયો.

આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ઝુંબેશ અંતર્ગત જાન્યુઆરી ૨૦૨૫ થી એપ્રિલ ૨૦૨૫ દરમિયાન યોજાયેલ ડ્રાઇવમાં મનપા વિસ્તારમાં આવેલ  ૬૦૩ જેટલા દુકાનો અને એકમો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મનપાના સેનિટેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલ આ ઝુંબેશ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ કરતા દુકાનદારો પાસેથી રૂપિયા ૮,૨૯,૧૭૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ૩૬૬૫.૩૦ કિલોગ્રામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં આવેલ દુકાનદારો/એકમોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને સરકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવાના અભિયાનમાં સહયોગ આપવા તથા દુકાનો અને એકમોની આસપાસ સ્વચ્છતા રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત આણંદ મનપાના સેનિટેશન વિભાગ દ્વારા દુકાનદારો અને એકમો ખાતે વાપરવામાં આવતા પ્લાસ્ટિક બાબતેની ચકાસણી ઝુંબેશ નિયમિત રૂપે કરવામાં આવશે, જેમાં નિયમો તોડનાર દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું છે.