બંધ

આણંદ મહાનગરપાલિકા ખાતે મિલકત વેરો ભરવા માટે તા.૨૨ અને ૨૩ માર્ચ જાહેર રજા ના દિવસોએ કચેરી ચાલુ રહેશે

પ્રકાશિત તારીખ : 20/03/2025

આણંદ, બુધવાર: આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના એ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકતો ધરાવતા નગરજનોને જણાવ્યું છે કે આગામી તા.૨૨ મી માર્ચ ને શનિવાર અને તા. ૨૩ માર્ચને રવિવાર જાહેર રજા ના દિવસોએ પણ આણંદ મહાનગરપાલિકા ખાતે કરદાતાઓની સવલત ખાતર વેરા સંબંધીત કચેરી સવારે ૧૧-૦૦ કલાક થી બપોર બાદ ૧૬-૦૦ કલાક સુધી ચાલુ રહેશે, જેથી નગરજનોએ બાકી ટેક્સના નાણાં ભરપાઈ કરવામાં સુગમતા રહેશે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ આગામી તા.૩૧ માર્ચના રોજ પૂરું થતું હોય બાકી ભરવા પાત્ર ટેક્સ તા.૩૧ માર્ચ સુધી આવતા રજાના દિવસોએ પણ વેરા કચેરી ચાલુ રહેશે, તો બાકી મિલકત વેરો ભરી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.