આણંદ તાલુકાના ગાના ગ્રામ પંચાયતના ઉપપ્રમુખશ્રી નિલેશભાઈ પટેલે જીએસટી ઘટાડીને દિવાળીની ભેટ આપવા બદલ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખ્યો
પ્રકાશિત તારીખ : 29/09/2025
આણંદ, સોમવાર: આણંદ તાલુકાના ગાના ગ્રામ પંચાયતના ઉપપ્રમુખશ્રી નિલેશભાઈ ઈશ્વરભાઈ પટેલે દિવાળીના તહેવાર આવતો હોય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા જીએસટીમાં કરવામાં આવેલ સંપૂર્ણ ફેરફારથી અંત્યોદય અને સામાન્ય પરિવારને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ના ભાવો ઘટવાથી ખૂબ જ લાભદાયી નિવડશે તેમ જણાવી ગરીબ લોકો પણ દિવાળી ઘણી સારી રીતે ઉજવી શકશે સામાન્ય પરિવાર અંત્યોદય પરિવાર વધુ ખરીદી કરી શકશે, તે બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને આભારની લાગણી વ્યક્ત કરી છે અને દેશના લોકોને દિવાળીના તહેવાર ઉપર જીએસટી ઘટાડાની ભેટ આપવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી છે.