• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ

પ્રકાશિત તારીખ : 26/06/2025

દેશના યુવાનોએ મહામૂલા બંધારણને સાચવવાની જવાબદારી નિભાવવાની છે : નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી.

આણંદ, બુધવાર: આજથી ૫૦ વર્ષ પહેલા દેશમાં સેન્સરશિપ લગાડવામાં આવી હતી. જે લોકશાહીને ખતમ કરવા માટેનો પ્રયાસને સંવિધાન હત્યા દિવસ ગણવામાં આવે છે.

સંવિધાન હત્યા દિવસ અંતર્ગત આણંદના ટાઉનહોલ ખાતે બંધારણની જાળવણી અને લોકશાહીના જતન માટે જનજાગૃતિ કેળવવા માટેનો કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષપદે યોજાયો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું કે, ૧૯૭૫ માં તત્કાલિન સરકારે કટોકટી લાદી હતી. જેને પ૦ વર્ષ પૂરા થયા છે. કટોકટીના આ સમયને ધ્યાને લેતા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી પેઢીને સંદેશ મળે તે માટે આજના દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરી છે.

તેમણે મહામૂલા સંવિધાનને સાચવવા માટે આજના યુવાનોએ નૈતિક જવાબદારી નિભાવવાની છે, તેમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમના જીવંત પ્રસારણને ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતુ. આ તકે ભારતીય ઇતિહાસના આ અંધકારમય સમયગાળાની વાસ્તવિકતા દર્શાવતી ટુંકી ફિલ્મ અને પ્રદર્શન પણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે અગ્રણી સંજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ.

આ વેળાએ સાંસદશ્રી મિતેશ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, આણંદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી આર. એસ. દેસાઈ સહિત મોટી સંખ્યામાં નગરજનો તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ 1

આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ

આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ 2

આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ

આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ 3

આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ

આણંદ ટાઉન હોલ ખાતે ઉજવાયો સંવિધાન હત્યા દિવસ 4