બંધ

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્યપેટા ચૂંટણીની મત ગણતરી

પ્રકાશિત તારીખ : 18/02/2025

આજે તા. ૧૮ મી ફેબ્રુઆરી ના રોજ ઓડ, બોરીયાવી, ઉમરેઠ, આંકલાવ અને ખંભાત ખાતે સવારે ૯-૦૦કલાક થી મત ગણતરી કરાશે

આણંદ, સોમવાર :: આણંદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૪ અને ખંભાત તાલુકાની ૧ બેઠક ૨૪- ઉંદેલ – ૨, પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે.

સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય પેટા ચૂંટણીનું મતદાન બાદ તેની મત ગણતરી આજે તા. ૧૮ મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારના ૯ – ૦૦ કલાકથી હાથ ધરાનાર છે.

જે અન્વયે ઓડ નગરપાલિકાની મત ગણતરી શ્રી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ, બોરીઆવી ખાતે, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા -ઉમરેઠ ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ, આંકલાવ ખાતે અને ખંભાત તાલુકા પંચાયત ૨૪- ઉંદેલ – ૨, પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી, ખંભાત ખાતે યોજાશે.