• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી

પ્રકાશિત તારીખ : 06/10/2025

તા. ૮ ઓક્ટોબર ના રોજ આણંદ ખાતે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. જે કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૮ ઓક્ટોબર ૨૦૨૫, બુધવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ધીરજલાલ જે. શાહ, ટાઉન હોલ, આણંદ ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અંતર્ગત જિલ્લા કક્ષાનો રોજગાર એનાયત પત્ર વિતરણ અને આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર વિતરણ કાર્યક્રમ તથા આઈટીઆઈ ના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમઓયુ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે રોજગાર એનાયત પત્ર વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી નું લાઈવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, આણંદ અને નોડલ અધિકારી અને સરકારી આઈ.ટી.આઈ આણંદના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.