• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ વાળાઓએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

પ્રકાશિત તારીખ : 22/08/2025

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

તા.૨૦- ૦૯-૨૦૨૫ સુધી અમલમાં રહેશે

આણંદ,ગુરુવાર: સામાન્ય રીતે તહેવારો દરમ્યાન અને લગ્ન પ્રસંગો અને મેળાવડા દરમ્યાન લાઉડ સ્પીકર, ડ્રમ,પબ્લિક એડ્રેસ સીસ્ટમ ના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે.તેમજ રહેણાંક વિસ્તારમાં થઈ રહેલ ઔધોગિક પ્રવૃતિ,વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમ્યાન ઉપયોગમા લેવતા સાધનોને કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોવાને કારણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના પ્રતિબંધાત્મક હુકમો કરવામાં આવ્યા છે.

જે મુજબ માઇક સીસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર આણંદ જીલ્લાના હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં આવેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહી.

હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહી.એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો / ગાયનોનો માઈક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહી.રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો/ કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન/ગરબા જાહેરમાર્ગમાં રોકાઈને કરવા નહી.ડી.જે. સીસ્ટમ એમ્બીઅન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડડ ઈન રીસ્પેકટ ઓફ નોઇઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાનાં નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦ ના ઈન્વાયરમેન્ટ પ્રોટેક્શનની જોગવાઈ મુજબ એમ્બીઅન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ હોવુ જોઈએ તે જોતા ડી.જે.સીસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ પ્રાવધાનો નો અને જોગવાઈ ઓનો ઉલંઘન કરતા હોય તેવું જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળોએ વગાડવા પર પ્રતિબંધ છે.

       પરંતુ નીચેની શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગીના આધારે ઉપરોકત પ્રતિબંધમાંથી છુટછાટ

રહેશે.

-: માઈક સીસ્ટમ વગાડવા માટેનો પ્રતિબંધમાંથી છુટછાટ માટેની શરતો :-

માઈક સીસ્ટમ વગાડવો માટે તેના માલિક/ભાગીદારે પરવાનગી અરજી સંબંધિત મામલતદાર કચેરી ખાતે અરજી ૭-દિવસ પહેલા જે તે આયોજકે લેવાની રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમ કે સભા સરઘસ અંગે આયોજક સિવાય જે તે ડીજે/લાઉડસ્પીક માલીક/સંચાલક/ઓપરેટર દ્વારા પણ અલગથી અને સ્વતંત્ર રીતે આવી સિસ્ટમ લગાડવા માટે The Noise Pollution (Regulation & Control) Rules-2000 મુજબ અલગથી ફરજીયાત પરવાનગી મેળવવાની રહેશે અને આપેલ શરતોનો ચુસ્તપણે બીનચુક અમલ કરવાનો રહેશે અને શરતોનો ભંગ થયે પરવાનગી રદ બાતલ થયેલ ગણાશે.આયોજકની પૂરતી ચકાસણી સક્ષમ સત્તાધિકારીએ પરવાનગી આપતા પહેલા કરવી તથા આયોજક વતી પરવાનગી માંગનારને પરવાનગી ન આપીને ફકત આયોજકની ખરાઈ કરીને જ પરવાનગી આપવાની રહેશે. આ જ નિયમ ડીજે/લાઉડસ્પીકર અંગેની પરવાનગી માંગનારને પણ લાગુ પડશે.આયોજકને પરવાનગી આપતી વખતે ગુજરાત પોલ્યુશન કટ્રોલ બોર્ડના તા.૦૩/૧૨/૨૦૧૯નાં નોટિફિકેશના નિયમોનું પાલન કરવાનું રહેશે તેમજ નિર્ધારિત કરવામાં આવેલ માપદંડો પ્રમાણે મર્યાદામાં ડીજે/લાઉડસ્પીકર વગાડશે તે અંગેની બાહેધરી લેવાની રહેશે. ડીજે/લાઉડસ્પીકરમાલિક/સંચાલક/operator એ પણ અલગથી પરવાનગી લેવાની રહેશે તેમજ તેમના દ્વારા પણ ઉપરોક્ત બાંહેધરી અલગથી અને સ્વતંત્ર રીતે આપવાની રહેશે.જે-તે આયોજક તથા જેનો ડીજે/લાઉડસ્પીકર માલિક/સંચાલક/operator એ પરવાનગી મેળવતી વખતે પરવાનગી આપનાર સત્તાધિકારીને અલગ-અલગ રીતે બાહેધરી આપવી પડશે કે અવાજનુ સ્તર પ્રવર્તમાન ધ્વનિ પ્રદુષણ નિયમો, ૨૦૦૦ માં નિર્ધારિત ધોરણો મુજબ જાળવવામાં આવશે અને જો અવાજનું સ્તર નિર્ધારિત ધોરણો કરતાં વધી જશે તો તેઓ સક્ષમ સત્તાધિકારી દ્વારા થનાર નિયમાનુસારની તમામ કાયદેસરની કાર્યવાહી માટે જવાબદાર રહેશે.વરઘોડા/રેલી સમય દરમ્યાનમાં ઉપરોકત શરતોનો ભંગ કરે અથવા કોઈ અનિચ્છનિય બનાવ બને તો તેની જવાબદારી પરવાનેદારની રહેશે.આણંદના વિસ્તારની અંદર જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સીસ્ટમ/વાજીંત્ર નો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારીની લેખીત પરવાનગી સિવાય કરી શકાશે નહી. તેમજ અવાજ નું પ્રદુષણ ફેલાવી શકશે નહીં.આવી પરવાનગી માટેની અરજી લેખિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરનાર વ્યકિતની તેના ઉપર સહી હોવી જોઈએ.આવી પરવાનગીની અરજી તેનો ઉપયોગ કરવાના હોય તે દિવસના સાત દિવસથી ઓછા નહી તેટલા સમય પહેલાં પરવાનગી કાઢી આપવા માટે અધિકૃત અધિકારીને અરજી કરવાની રહેશે.પરંતુ વાજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતા ઓછા સમયની અંદર માંગવામાં આવેલ પરવાનગી, તેમ કરવા માટે અધિકૃત અધિકારી, પોતાની વિવેક બુધ્ધિ અનુસાર આપી શકશે.અરજદાર અથવા તેના પ્રતિનિધિએ મળેલ પરવાનગી સાથે માઈક સીસ્ટમ વાજીંત્રનો ઉપયોગ થાય તે સમયે ઉપરોકત જાહેર જગ્યા ઉપર હાજર રહેવું પડશે. કરજ ઉપરના પોલીસ અધિકારી આ અંગેની પરવાનો જોવા માંગે ત્યારે પરવાના ધારકોએ તે રજુ કરવાનો રહેશે.માઈક સીસ્ટમ/વાજિંત્રોનો ઉપયોગ પરવાનગી મેળવીને ઉપરોકત અવાજની માત્રા દર્શાવતા શીડયુલ પ્રમાણે સવારના ૦૬:૦૦ થી રાત્રિના ૨૨:૦૦ કલાક સુધી જ થશે.અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ) નિયમ ૨૦૦૦ ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ રાત્રીના ક.ર૨:૦૦ થી વહેલી સવારના ૦૬:૦૦ સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ આ સમય માટે માઈક સીસ્ટમ/વાજીંત્ર માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહી.

નોંધ :-ઉપરોકત નિયમોની જોગવાઈઓ પ્રમાણે દર વર્ષે સરકારશ્રી તરફથી નકકી કરેલ દિવસો દરમ્યાન આવી પરવાનગી રાતના ૨૨:૦૦  ના જગ્યાએ ૨૪:૦૦ કલાક વાગ્યા સુધી મળી શકશે.

કોઈપણ વિસ્તારમાં ઘોઘાટ/ અવાજનો હવામાનમાં પ્રમાણ ઉપરોકત જણાવેલ શીડયુલમાં જણાવ્યા મુજબના ડેસીબલ પ્રમાણે દિવસ તથા રાત્રિ દરમ્યાન નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે તે પ્રમાણે રાખવાનું રહેશે. પરવાનેદારે આ માત્રાનો ભંગ ન થાય તે જોવાનું રહેશે.

નોંધ:-કોઈ ઓડીટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનીટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો વિગેરેમાં માઈક સીસ્ટમ અંદરના ભાગે વગાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેનો અવાજ જે તે સ્થળ થી બહાર જવો જોઈએ નહીં.

મંદિરો, ચર્ચ અને મસ્જીદોમાં માઈક સીસ્ટમ/વાજીંત્રની અવાજ એ રીતે મર્યાદીત કરેલ હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહી.ગતિમાન વાહનમાંથી કોઈપણ માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ મામલતદારશ્રી તરફથી અધિકૃત કરેલા અધિકારીની પરવાનગી સિવાય કોઈપણ હેતુ માટે વાપરવો નહીં. અથવા ચલાવવો નહીં.

માઈક સીસ્ટમ વાજિંત્રોનો પરવાનો ધરાવનાર વ્યકિત, આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ, હરકત, અગવડ, જોખમ, ભય અથવા નુકશાન અટકાવવા માટે પોલીસ અધિક્ષકશ્રી, આણંદ અથવા તેઓના તરફથી અધિકૃત કરેલ કોઈ પણ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદત માટે કોઈપણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઈક સીસ્ટમ/વાજિંત્રો વાપરવા મનાઈ કરવાનો હુકમ કરી શકશે.સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક/ સંચાલક/ઓપરેટર ને મંજૂરી આપવાની રહેશે નહી.

આ હુકમ  તા.૨૦/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ શિક્ષાને પાત્ર ઠરશે.