• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન”ની ઉજવણી કરાશે

પ્રકાશિત તારીખ : 16/09/2025

તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સારસા ખાતે થી શુભ શરૂઆત કરવામાં આવશે

આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કેન્સર, ટીબી,સિકલસેલ એનેમિયા તથા કુપોષિત બાળકોની તપાસ કરાશે

જિલ્લાના નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ

આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાદ કલ્યાણ વિભાગ દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર થી તા. ૦૨ ઓક્ટોબર સુધી “સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન ” ની ઉજવણી જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ ના જણાવ્યા મુજબ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન “અંતર્ગત આણંદ જિલ્લા ના મહિલા અને બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી આણંદ જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આયુષ્યમાન આરોગ્ય મંદિર તથા શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને નિષ્ણાત સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

“સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન “અંતર્ગત આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સારસા ખાતે થી શુભ શરૂઆત કરવામાં આવનાર છે. ત્યારબાદ તા. ૧૮ સપ્ટેમ્બર ના રોજ બોરસદ તાલુકાના રાસ આરોગ્ય કેન્દ્ર ખાતે, ૧૯ સપ્ટેમ્બર ના રોજ ખંભાત તાલુકાના ઉંદેલ આરોગ્ય કેન્દ્ર અને આણંદ તાલુકાના ઓડ આરોગ્ય કેન્દ્ર ખાતે, તારીખ ૨૩ સપ્ટેમ્બર ના રોજ આણંદ તાલુકાના વાસદ, તારાપુર તાલુકાના તારાપુર અને પેટલાદ તાલુકાના ધર્મજ આરોગ્ય કેન્દ્ર ખાતે, ૨૫ સપ્ટેમ્બરના રોજ બોરસદ તાલુકાના કઠાણા આરોગ્ય કેન્દ્ર ખાતે, ૨૬ સપ્ટેમ્બરના રોજ આકલાવ આરોગ્ય કેન્દ્ર, પેટલાદ તાલુકાના મહેળાવ આરોગ્ય કેન્દ્ર અને ઉમરેઠ આરોગ્ય કેન્દ્ર ખાતે તથા તા.૩૦ સપ્ટેમ્બર ના રોજ બોરસદ ખાતેના આરોગ્ય કેન્દ્ર ખાતે અને સોજીત્રા ખાતે ના આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં કુશળ તજજ્ઞો,  ફીજીશિયન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, જનરલ સર્જન,ડેન્ટલ સર્જન,આઈ સર્જન વિગેરે હાજર રહી કેમ્પમાં સેવાઓ આપશે. જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોર-કિશોરીઓ તથા ૩૦ વર્ષેથી ઉપરના તમામના બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કેન્સર, ટીબી,સિકલસેલ એનેમિયા તથા કુપોષિત બાળકોની તપાસ કરવામાં આવશે.

આ અભિયાનમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ખાતે શિબિર અને નિદાન કેમ્પ યોજાનાર હોઈ જિલ્લાના નાગરીકો, મહિલાઓ, બાળકોને લાભ લેવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે.