બંધ

આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

પ્રકાશિત તારીખ : 18/07/2026

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં આગામી તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરૂ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવનાર હોય, તેમજ જિલ્લાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી લલિતકુમાર એ.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂઇએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

આ જાહેરનામા અનુસાર સમગ્ર આણંદ જિલ્લામાં તા.૧૮/૦૭/૨૦૨૬ થી તા.૦૧/૦૮/૨૦૨૬ સુધી બંને દિવસો સહિત કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેમાં હથિયાર,તલવાર,ભાલા, ધોકા ,લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે જેનાથી શારીરિક ઈજા કરી શકાય તે સાથે લઈને ફરવા ઉપર તથા સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય અથવા બિનઅધિકૃત રીતે ચાર કરતાં વધુ માણસો એકત્રિત થવા પર, ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવા કે બોલાવવા પર તથા સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં લાગુ પડશે. તેમજ આ હુકમ જે સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય જેઓ ફરજ ઉપર હોય તથા અશક્ત લોકોને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈ ને આધિન શિક્ષાને પાત્ર થશે.