આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પૂરી પડવાના હેતુથી ધિરાણ મેળવવા તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી અરજી કરો
પ્રકાશિત તારીખ : 30/07/2025
https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ,ગાંધીનગર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને ધિરાણ આપવા માટેની મુદતમાં વધારો કરી આગામી તા.૧૪ ઓગષ્ટ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નિગમની વેબ સાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરવામાં અસમર્થ અરજદારે જરૂરી આધાર-પુરાવા સહિત તાલુકા કક્ષાએ સમાજ કલ્યાણ નિરીક્ષક અને જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા મેનેજરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. જે આપની અરજી ઓનલાઇન કરવા માટે મદદરૂપ થશે.
અરજી ફોર્મ કન્ફોર્મ થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર-પુરાવા સાથે તા.૨૨ ઓગષ્ટ સુધીમાં જિલ્લા મેનેજર અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બીજો માળ, રૂમ નંબર – ૨૨૯, જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદનો અથવા મેનેજિંગ ડિરેક્ટર શ્રી, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગરનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.