આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો
પ્રકાશિત તારીખ : 04/09/2025
રાજ્યમાં આણંદ જિલ્લો વૃક્ષારોપણમાં પ્રથમ સ્થાન જાળવશે તેવી આશા વ્યક્ત કરતા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ
આણંદ,બુધવાર: સમગ્ર રાજ્યમાં ૭૬ માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આણંદમાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૭૬ માં વન મહોત્સવ આણંદના સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે ઉજવાયો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, વન મહોત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા પર્યાવરણ સંરક્ષણ અભિયાનથી થઈ હતી, જે દર વર્ષે ચાલુ રાખવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,પ્રધાનમંત્રીએ “એક પેડ મા કે નામ ” અભિયાન શરૂ કર્યું, જે અંતર્ગત વૃક્ષોને માતાની જેમ સન્માન આપીને વાવેતર અને જાળવણી થાય છે. નાગરિકો દ્વારા પોતાના ઘર, બાગ કે ખેતરમાં માતાના નામે વૃક્ષારોપણ કરવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પર્યાવરણ સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં વિશ્વમાં આગળ વધી રહ્યો છે. આણંદ જિલ્લાએ પર્યાવરણ સુરક્ષામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં ગત વર્ષે એક હેક્ટરમાં ૭૧ વૃક્ષોનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે ૭૩ વૃક્ષોનું વાવેતર થયું. જિલ્લાએ ગયા વર્ષે વૃક્ષારોપણમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને આ વર્ષે પણ તે જ સ્થાન જાળવવાની અપેક્ષા સાથે ફોરેસ્ટ ઓફિસરો, અધિકારીઓ અને પર્યાવરણ પ્રેમીઓનો સાંસદશ્રીએ શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના નાયબ વન સંરક્ષકશ્રી શ્રેયશકુમાર પટેલે વનીકરણ વિભાગની સિધ્ધીઓ તથા યોજનાઓ રજૂ કરી હતી.
સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા સાંગોડપુરા સ્થિત મહાનગરપાલિકાની માનવ રશ્મિ પ્રાથમિક શાળા નંબર ૧૦ ના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું.
પ્રારંભમાં આણંદના નાયબ વન સંરક્ષકશ્રી એસ. મીણાએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હેમાંગીજોષીએ આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એસ.કે. ગરવાલ, વનીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો

આણંદ ખાતે ૭૬ મો વનમહોત્સવ ઉજવાયો
