બંધ

આણંદ ખાતે તા.૨૭ માર્ચ ના રોજ જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટ યોજાશે

પ્રકાશિત તારીખ : 24/03/2025

આણંદ જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે

સ્પર્ધાની વધુ જાણકારી માટે ફોન નંબર ૭૯૯૦૨ ૩૯૭૧૪ ઉપર સંપર્ક કરવા  અનુરોધ

આણંદ, સોમવાર: કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યુથ પાર્લામેન્ટનું આયોજન આગામી તા.૨૭/૦૩/૨૦૨૫ના રોજ કરવામાં આવનાર છે.

 જેમાં આણંદ જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધકે ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ, વિકસીત ભારત@૨૦૪૭ અને વન નેશન. વન ઈલેકશન : વિકસીત ભારત માટે માર્ગ મોકળો વિષય પર પાંચ મિનીટ વક્તવ્ય ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપવાનું રહેશે.

 ભાગ લેનાર સ્પર્ધકોમાંથી ૧૦ નંબર આપવામાં આવશે. જેમાંથી પ્રથમ વિજેતા સ્પર્ધકને રૂ.૨૧૦૦૦/- દ્વિતીયને રૂ.૧૫૦૦૦/- અને તૃતીય રૂ.૧૦૦૦૦/- તેમજ અન્ય સાત સ્પર્ધકને રૂ.૫૦૦૦/-રૂપિયા પ્રોત્સાહક રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ પોતાની અરજી સાદા કાગળમાં પોતાનું નામ, સરનામું. મોબાઈલ નંબર. ઈ-મેઈલ આઈ.ડીનો ઉલ્લેખ કરી ઉંમરના આધાર પુરાવા, આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો સાથે તા.૨૬/૦૩/૨૦૨૫ બપોરના ૧૨-૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં-૩૦૯, ત્રીજો માળ, જુના જિલ્લા સેવા સદન, બોરસદ ચોકડી પાસે, આણંદને મોકલવા તથા આ સ્પર્ધાની વધુ વિગતો માટે ફોન નંબર ૭૯૯૦૨ ૩૯૭૧૪ ઉપર સંપર્ક કરવા

જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદ દ્વારા જણાવાયું છે.