બંધ

આણંદ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

પ્રકાશિત તારીખ : 23/07/2026

કુલ 07 પ્રશ્નોનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા કરાયો હકારાત્મક નિકાલ

આણંદ, બુધવાર, જિલ્લા કલેકટર શ્રી  પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે જરૂરી સંવાદ કર્યા બાદ કુલ 07 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કર્યું હતું.

આ  07 પ્રશ્નોમાં કુંજરાવના સીમ વિસ્તારમાં રખડતી ગાયો દ્વારા કરવામાં આવતા પાકને નુકસાન બાબત, સામરખા નેશનલ એક્સપ્રેસ હાઈવે નીચેથી અંડર ગ્રાઉન્ડ વાયર નાખવાની પરમિશન અંગે, ઉમરેઠ વિસ્તારમાં દબાણ દૂર કરવા અંગે, ખાનગી માલિકીની જમીન પર થયેલ અનઅધિકૃત કબજો દૂર કરવા અંગે, ઉમરેઠમાં જરજરીત ભયજનક મિલકત ઉતારવા/ રીપેરીંગ કરવા અંગે, બાકરોલ વિસ્તારમાં દબાણ દૂર કરવા અંગે જેવા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર શ્રી લલિત કુમાર, અધિક કલેકટર શ્રી ગમારા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંગાડા, કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.