બંધ

આણંદ ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

પ્રકાશિત તારીખ : 20/08/2026

આણંદ, બુધવાર, કલેક્ટર કચેરી, આણંદ ખાતે કલેક્ટર lશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડીની  બેઠક યોજવામાં આવી હતી.

બેઠકની શરૂઆતમાં ગત તા.૨૫/૦૫/૨૦૨૬ના રોજ યોજાયેલ મિટિંગની કાર્યવાહી નોંધને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત ચાલતી વિવિધ પ્રોગ્રામ કમિટીઓની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેલેરિયા, રોગચાળા નિયંત્રણ, RCH, NCD, ક્વોલિટી એશ્યોરન્સ, આશા એડવાઈઝરી, ન્યુટ્રિશન, ટી.બી., લેપ્રસી, HIV, ક્લાઈમેટ ચેન્જ, કુટુંબ કલ્યાણ અને SBCC જેવા મહત્વના આરોગ્ય કાર્યક્રમો હેઠળ થયેલ કામગીરીની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.

​આ બેઠકમાં જુલાઈ ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન જિલ્લામાં થયેલ ભૌતિક અને નાણાકીય કામગીરીનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી એ આરોગ્ય ક્ષેત્રે લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન  આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી  જે. જે.જસાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પિયુષ પટેલ, પ્રોગ્રામ અધિકારીશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (C.H.C.)ના અધિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય સુધારણા માટે પોતાના સુચનો રજૂ કર્યા હતા.