બંધ

આણંદ અને ઉમરેઠ  તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્યાન દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા.૧૫ મી ઓક્ટોબર સુધી અરજી કરો

પ્રકાશિત તારીખ : 29/09/2026

આણંદ, સોમવાર , આણંદના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર માસમાં આવનાર દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાંના હંગામી સંગ્રહ/વેચાણ કરવાનો પરવાનો મેળવવા માંગતા આણંદ અને ઉમરેઠ તાલુકાના અરજદારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી તથા અરજી ફોર્મ ઉપર રૂ.૩ ની કોર્ટ ફી ટિકિટ લગાવી જરૂરી આધાર પુરાવાઓ સામેલ રાખી તા.૧૫/૧૦/૨૦૨૬ સુધીમાં આણંદ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની કચેરી ખાતે ૦૪ (ચાર) નકલોમાં જમા કરાવવાની રહેશે.

યાદીમાં જણાવ્યા મુજબ નિયત નમૂનાની અરજી ઉપર રૂા. ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવી, “૦૦૭૦” બીજી વહીવટી સેવાઓ (OAS) સદરે રૂ.૩૦૦/- દારૂખાનું રાખવાનો પરવાનો તથા મંજુર કરવાની અરજીની તપાસણી ફી માટે તેમજ રૂ.૬૦૦ પરવાનાની ફી મળી કુલ રૂા.૯૦૦ “૦૦૭૦-OAS” સદરે જમા કર્યા અંગેનું અસલ ચલણ સામેલ રાખવું., સુચિત સ્થળોનો એપ્રુવ નકશો જેમાં જે સ્થળ છે તેની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવા, પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલા પાસપોર્ટ સાઈઝના બે ફોટા તથા આઈ.ડી.પ્રુફમાં આધારકાર્ડ/ચૂંટણી કાર્ડની નકલ સામેલ રાખવી, માંગણીવાળી જગ્યાની માલિકી બાબતનો પુરાવો આપવો(જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર અને ભાડે દુકાન આપનાર માલિકનો રૂા.૧૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ દર્શાવતું એફિડેવિટ) તથા ધંધાના સ્થળના ત્રણ ફોટોગ્રાફ્સ અરજી સાથે રજૂ કરવાના રહેશે તેમ જણાવાયું છે.

વધુમાં પરવાનાના સ્થળે ફાયર સેફટી અંગેના સાધનો, અગ્નિશામક યંત્રો, રેતીની ભરેલી ડોલ તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે અંગેનું પરવાનેદારનું બાહેંધરી પત્ર, નગર પંચાયત,ગ્રામ પંચાયત,નગરપાલિકા/મહાનગરપાલિકાનું ચાલુ વર્ષનું “ના વાંધા પ્રમાણપત્ર” અને સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસૂલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર, ગત વર્ષે હંગામી ફટાકડાં વેચાણ/સંગ્રહ કરવા અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ સહિતના તેમજ જરૂરિયાત પ્રમાણેના સાધનિક પુરાવા સાથે જોડવા તથા વધુ જાણકારી માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી આણંડીનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત હંગામી ફટાકડા લાઇસન્સ ધારકે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની પિટિશનમાં થયેલ તા. ૨૩-૧૦-૨૦૧૮ ના આદેશમાં ફટાકડાના સંબંધમાં આપવામાં આવેલ તમામ માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, તેમજ આ હુકમ બાદ દિવાળીના તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે તો તે મુજબની અમલવારી કરવાની રહેશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.