આણંદમાં સાત દિવસીય “યુવા આપદા મિત્ર તાલીમ કાર્યક્રમ” યોજાયો
પ્રકાશિત તારીખ : 15/07/2026
નાવલી ખાતે N.C.C. તાલીમ એકેડમીમાં ૧૬૩ વિદ્યાર્થીઓએ મેળવી આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ
આણંદ, સોમવાર :: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર અને પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સરદાર પટેલ પ્રશાશન સંસ્થા, અમદાવાદ તથા આણંદ જિલ્લા વહિવટી તંત્રનાં સંકલનથી આણંદ તાલુકાના નાવલી સ્થિત N.C.C. તાલીમ એકેડમી ખાતે સાત દિવસીય નિવાસી “યુવા આપદા મિત્ર તાલીમ કાર્યક્રમ” યોજાયો હતો. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને આપત્તિ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર, શોધ અને બચાવ કામગીરી તથા વિવિધ પ્રકારની આપત્તિઓ દરમિયાન અસરકારક પ્રતિસાદ આપવા માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ પ્રદાન કરવાનો હતો.
આ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતો, જોખમ ઘટાડવાના ઉપાયો, પ્રથમ પ્રતિસાદ, પ્રાથમિક સારવાર, કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન(CPR), રક્તસ્રાવ નિયંત્રણ, ફ્રેક્ચર મેનેજમેન્ટ, દાઝની સારવાર, સર્ચ એન્ડ રેસ્ક્યૂ, પૂર દરમિયાન બચાવ, દોરડા આધારિત બચાવ, વિવિધ પ્રકારની ગાંઠો, ઇજાગ્રસ્ત વ્યક્તિને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ, સર્પ દંશ, જંગલની આગ, ધસી પડેલા માળખામાંથી શોધ અને બચાવ અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન દરેક વિષય પર નિષ્ણાત પ્રશિક્ષકો દ્વારા વ્યાખ્યાન, જીવંત પ્રદર્શન, પ્રાયોગિક અભ્યાસ પણ યોજવામાં આવ્યા હતા. તાલીમના અંતિમ દિવસે સમગ્ર અભ્યાસક્રમના મૂલ્યાંકન માટે બહુવિધ પસંદગી પ્રશ્નો પ્રકારની પરીક્ષા પણ લેવાઇ હતી. ત્યારબાદ તાલીમાર્થીઓ પાસેથી તાલીમની ગુણવત્તા, વ્યવહારુ અભિગમ અને પ્રશિક્ષકોના માર્ગદર્શન અંગે પ્રતિસાદ મેળવવામાં આવ્યો હતો.
તાલીમાર્થીઓને આપત્તિના સમયે સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, આરોગ્ય વિભાગ તથા અન્ય બચાવ એજન્સીઓ સાથે સંકલન કરીને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો અને તેઓને સમાજમાં આપત્તિ જાગૃતિ ફેલાવવા, મોક ડ્રિલમાં ભાગ લેવા અને માનવસેવાની ભાવના સાથે કાર્ય કરવા પ્રેરણા આપવામાં આવી હતી.
આ તાલીમના પરિણામે પ્રશિક્ષિત “યુવા આપદા મિત્ર” તરીકે તેઓ ભવિષ્યમાં આપત્તિ સમયે અસરગ્રસ્ત નાગરિકોને સમયસર અને અસરકારક મદદરૂપ બની શકશે. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર, પ્રશિક્ષકો, સહયોગી વિભાગ અને કચેરીઓ તેમજ સરદાર પટેલ યુનિવર્સીટી, ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સીટી, ભાઇકાકા યુનિવર્સીટીનાં કુલ ૧૬૩ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.