બંધ

આણંદના નાવલી ખાતે NCC ના ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને પગલે જનતા અને પશુઓની હેરફેર પર મનાઈ

પ્રકાશિત તારીખ : 04/07/2026

આણંદ, શુક્રવાર,  આણંદ જિલ્લાના નાવલી ખાતે આવેલી એન.સી.સી. લીડરશીપ એકેડમીમાં આગામી સમયમાં યોજાનારા વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને ધ્યાનમાં રાખીને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિતકુમાર એ. પટેલે એક જાહેરનામું બહાર પાડીને તા. 20/07/2026 થી તા.29/07/2026 સુધી નિર્ધારિત દિવસો દરમિયાન નિર્દિષ્ટ વિસ્તારમાં લોકો અને પશુઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે.

જાહેરનામાની વિગતો અનુસાર, આણંદ (રૂરલ) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાવલી એન.સી.સી. એકેડમીના એક કિલોમીટર વિસ્તારમાં નિર્ધારિત તારીખોએ પશુઓ તથા માણસોની હેરફેર તેમજ જાહેર ઉપયોગ માટેના માર્ગો બંધ રાખવા ફરમાવવામાં આવ્યું છે.

 આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.