બંધ

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ

પ્રકાશિત તારીખ : 19/05/2025

સિવિલ ડિફેન્સ આકસ્મીક સંજોગોમાં યુવાઓને રાષ્ટ્ર પ્રત્યે પોતાનો નાગરિક ધર્મ અદા કરવાનો અવસર આપે છે : આસીમ ખેડાવાલા.

કોલેજમાં અભ્યાસ સાથે દેશ સેવા કરવાનો અનોખો અવસર પ્રાપ્ત થશે:વિધાર્થીની નિલમ- તનિષા.

આણંદ,સોમવાર: આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે પોલીસ હેડ કવોર્ટર ગ્રાઉન્ડ, બોરસદ ચોકડી પાસે નાગરિક સંરક્ષણમાં જોડાવા માટે આણંદ શહેરના યુવાનો સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આણંદમાં યોજાયેલ  રજીસ્ટ્રેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના વિવિધ કોલેજ ખાતેના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તથા જિલ્લાના સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ વેળાએ  વ્યવસાયે વકીલ એવા આસીમ ખેડાવાલાએ જણાવ્યું હતું કે, આકસ્મીક સંજોગોના પ્રસંગે યુવાઓ વતન પ્રત્યે પોતાનો નાગરિક ધર્મ બજાવીને દેશ માટે પોતાની કર્તવ્યનિષ્ઠા દાખવે તે માટે આ અનેરો અવસર છે.જે દરેક યુવાઓએ ઝડપી લેવો જોઈએ.તેમણે પણ નાગરિક સંરક્ષણ નિમણૂક અંગેનો રજીસ્ટ્રેશન પણ કરીને દેશસેવા માટે તંત્ર જ્યારે આહ્વાવન કરે તો પોતે કટિબધ્ધતા દાખવશે,તેમ તેઓ સંકલ્પબધ્ધ થયા હતા.

આ ઉપરાંત બી.જે.વી.એમ. કોલેજની વિદ્યાર્થીનીઓ પ્રજાપતિ નિલમ અને તનિષા મકવાણાએ પણ જણાવ્યું હતું કે, અમે ખુબ જ ખુશ છીએ..કારણ કે કોલેજમાં ભણવાની સાથે સમાજસેવા થકી દેશની સેવા કરવાનો અનોખો અવસર પ્રાપ્ત થશે.જેના થકી અમને જીવનમાં છેવાડાના નાગરિકોને પડતી હાલાકી દૂર કરવાનો આ કાર્યક્રમ થકી મળી રહેવાનો છે.

નાગરિક સંરક્ષણ રજીસ્ટ્રેશન કાર્યક્રમમાં આણંદ જિલ્લાના યુવાધન તથા જાગૃત નાગરિકો સહભાગી બનીને સાચા અર્થમાં તંત્ર સાથે આકસ્મિક સંજોગો વેળાએ  રાહત-બચાવની કામગીરીમાં જોડાવાની કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ 3

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ 2

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ 1

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ

આણંદ:નાગરિક સંરક્ષણ(સિવિલ ડિફેન્સ) માં જોડાવા યુવાઓ સહિત નાગરિકોમાં અદકેરો ઉત્સાહ 4