બંધ

અવકુડા

અવકુડા (આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળ)

આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ શહેરી વિકાસ સત્તામંડળની રચના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ નગરપાલિકાની આસપાસના વિકસતા વિસ્તારમાં નિયંત્રિત અને આયોજનબધ્ધ વિકાસને પ્રેરવાનો છે. હાલમાં અવકુડામાં ૩ નગરપાલિકા આવરી લેવામાં આવી છે, જેમાં આણંદ, વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકાનો સમાવેશ થાય છે. સમાવેશ થયેલ ગામ/નગરનું વિગત નીચે મુજબ છે.

જિલ્લો/તાલુકા સમાવેશ ગામ/નગરનું નામ
આણંદ આણંદ (નગરપાલિકા અને રેવન્યુ વિસ્તાર), વલ્લભ વિદ્યાનગર (નગરપાલિકા અને રેવન્યુ વિસ્તાર), કરમસદ (નગરપાલિકા અને રેવન્યુ વિસ્તાર) અને વિઠ્ઠલ ઉદ્યોગનગર.

 

મુખ્ય કામગીરી

  • તેના અધિકારક્ષેત્રમાં સુવ્યવસ્થિત અને નિયંત્રિત શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા.
  • વિકાસ યોજનાને અનુરૂપ વિકાસ થાય તે અંગે નિયંત્રિત વિકાસ પગલા લેવા.
  • અવકુડામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં નગરરચના યોજનાઓ બનાવવી.
  • બાંધકામ અંગેની પરવાનગી આપવી.
  • ઝોનીંગ સર્ટીફિકેટ આપવી.
  • બી.યુ. પરમીશન આપવી.