બંધ

તા.30 સપ્ટેમ્બર ના રોજ સોજીત્રા તાલુકાના ડભોઉ અને ખંભાત તાલુકાના વટાદરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

પ્રકાશિત તારીખ : 29/09/2026

આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે સાત થી આઠ ગામોના ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 30મી સપ્ટેમ્બર 2026 બુધવારના રોજ સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે પ્રાથમિક શાળા ખાતે સવારે 9-00 કલાકથી સેવાસેતુ કાર્યક્રમ શરૂ થશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં સોજીત્રા તાલુકાના ગાડા, કોઠાવી, ડભોઉ, બાલીન્ટા, મઘરોલ, મેઘલપુર, દેવાતજ, ડાલી, પલોલ,  ઋણજ અને લીંબાલી ગામના લોકો લાભ મેળવી શકશે.

આ ઉપરાંત ખંભાત તાલુકાના વટાદરા ગામે પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 10 જેટલા ગામો ના ગ્રામજનો આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ મેળવી શકશે. જેમાં વાડોલા, ખટનાલ, વટાદરા, જહાજ, બામણવા, નંદેલી, જલુધ, નવાગામ વાટા, પીપળોઈ અને કણજટ ગામના ગ્રામજનો આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ મેળવી શકશે.

સોજીત્રા તાલુકાના ડભોઉ પ્રાથમિક શાળા  ખાતે અને ખંભાત તાલુકાના વટાદરા ગામે પ્રાથમિક શાળા ખાતે સવારે 9:00 કલાક થી યોજાનાર સેવા સેતુ કાર્યક્રમનો ગ્રામજનોએ લાભ મેળવવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.